:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અમદાવાદમાં ITની રેડ: 13 સ્થળોએ સર્ચ ઓપરેશન ગોપાલ ડેરી અને રીવર વ્યૂ હોટલમાં, આશ્રમ રોડના એકમો પર કાર્યવાહી

top-news
  • 27 Mar, 2024

લોકસભા ચૂંટણી આવતા જ સરકારી તંત્ર સજ્જ થઈ જોશભેર કામ પર લાગી જાય  છે, તપાસ એજન્સીઓને સોંપવામાં આવેલા કામો સહિત પાછલા બાકી કામો પણ પતાવટ કરવામાં લાગી જતાં હોય છે, જેમાં હાલના સમયે અમદાવાદ શહેર માં IT વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ ઉપર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે.

અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ઇન્કમટેક્સની તપાસ ચાલુ છે. ગ્રુપના સંચાલક રાજુભાઈ ઉર્ફે નીશિતભાઈ દેસાઈ અને ગૌરાંગભાઈ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે. જેને લઇને તેમની સાથે સંકળાયેલા ભાગીદારોમાં ફફડાટ પ્રસર્યો છે. અમદાવાદમાં કુલ 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી ચાલુ છે. જેમાં ઇન્કમટેક્સના આશરે 75 થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. જે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. બેનામી કાળુનાણું મળવાની શક્યતાઓ પણ છે.

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. જેમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર IT વિભાગ ત્રાટક્યુ છે. IT વિભાગના 75થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યૂ હોટલમાં, આશ્રમ રોડ પરના એકમો ઉપર IT વિભાગની કાર્યવાહી ચાલી રહ્યુ છે. જાણવા મળ્યા મુજબ અમદાવાદમાં કુલ 13 સ્થળોએ ITનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જેમાં મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎