:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

YouTubeની કાર્યવાહી : 22 લાખથી વધારે વીડિયો દૂર ગૂગલે ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતા કરી કાર્યવાહી ...

top-news
  • 27 Mar, 2024

લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube એ સમગ્ર વિશ્વમાં મોટી કાર્યવાહી કરી  90 લાખથી વધુ વીડિયો દૂર કર્યા છે. સૌથી વધુ અસર ભારતમાં જોવા મળી હતી જ્યાં YouTube પરથી 22.5 લાખથી વધુ વીડિયો દૂર કરવામાં આવ્યા હતા. ગૂગલે યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતા વીડિયો સામે આ કાર્યવાહી કરી છે. આ આંકડા ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 વચ્ચેના છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં વીડિયોને હટાવવાની માહિતી આપી છે.

ગૂગલના ટ્રાન્સપરન્સી રિપોર્ટ મુજબ ગયા વર્ષે ઓક્ટોબર અને ડિસેમ્બર દરમિયાન કુલ 30 દેશોમાંથી સૌથી વધુ વીડિયો ભારતમાંથી હટાવવામાં આવ્યા હતા. આ પછી બીજા સ્થાને સિંગાપુર છે. જ્યાં 12.4 લાખ વીડિયો પર કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકા 7.8 લાખ વીડિયો સાથે ત્રીજા સ્થાને છે. આ વીડિયોને YouTube ના સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દૂર કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેની પોસ્ટમાં જણાવ્યું છે કે મશીન લર્નિંગ અને હ્યુમન રીવ્યૂર્સ દ્વારા પોલીસી લાગુ કરવામાં આવે છે. જો સમુદાય દિશાનિર્દેશોના ઉલ્લંઘનને કારણે વિડિયો દૂર કરવામાં આવે છે, તો તે સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. એટલે કે તમે દુનિયાના કોઈપણ ભાગમાં તે વીડિયો જોઈ શકશો નહીં.

30 દેશોની યાદીમાં ઈરાક 41,176 વીડિયો રિમૂવલ સાથે છેલ્લા સ્થાને છે. યુટ્યુબના રિપોર્ટ અનુસાર 51.51 ટકા વીડિયો ત્યારે જ દૂર કરવામાં આવ્યા જ્યારે કોઈએ તેને જોયો ન હતો એટલે કે તેને શૂન્ય વ્યૂઝ મળ્યા હતા. 1 થી 10 વ્યુઝ સાથેના વીડિયોનો ભાગ 26.43 ટકા હતો. આ સિવાય 1.25 ટકા એવા વીડિયો હતા જેને 10,000થી વધુ વ્યૂઝ મળ્યા હતા.

સૌથી વધુ સંખ્યામાં હાનિકારક અને ખતરનાક વીડિયો ડિલીટ કરવામાં આવ્યા છે. આ કેટેગરીમાં કુલ ડિલીટ થયેલા વીડિયોમાં 39.2 ટકા હિસ્સો છે. આ પછી બાળકોની સુરક્ષાનું પાલન ન કરવાને કારણે ડિલીટ કરવામાં આવેલા વીડિયોનો 32.4 ટકા હતો. 7.5 ટકા હિંસક અને 5.5 ટકા ન્યૂડ વીડિયો હટાવ્યા છે.

Google ટ્રાન્સપરન્સી રિપોર્ટ અનુસાર 2023 સ્પૈમ કંટેટના કારણે 20 મિલિયનથી વધુ YouTube ચેનલો પણ કાઢી નાખવામાં આવી છે.જેમાં કૌભાંડો, ગેરમાર્ગે દોરનાર મેટાડેટા અથવા થંબનેલ, વીડિયો અને ટિપ્પણીનો સમાવેશ થાય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎