:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

'ક્રિપ્ટો ફ્રોડ'-અમેરિકન ઈતિહાસના સૌથી મોટી છેતરપિંડી: FTX ના સંસ્થાપક દ્વારા ગ્રાહકો સાથે આઠ અબજ ડોલરનો ફ્રોડ ...

top-news
  • 29 Mar, 2024

મેનહટન ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા અમેરિકામાં FTX ના સંસ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડને તેના ગ્રાહકો સાથે છેતરપિંડીના આરોપ માટે દોષિત જાહેર કરવામાં આવ્યો છે, કોર્ટના  જજે તેમને ક્રિપ્ટોકરન્સી મામલે  છેતરપિંડી કરવાનો ગુનો નોંધીને 25 વર્ષની જેલની સજા ફટકારી હતી. ફ્રાઈડ પર તેની કંપની FTX દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના ગ્રાહકો સાથે આઠ અબજ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ હતો.

તેની કંપની આ ફ્રોડ કર્યા બાદ નાદાર જાહેર થઈ ગઇ હતી. પ્રોસિક્યુટર્સે આ કેસને અમેરિકન ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી ગણાવી હતી.
મેનહટન ડિસ્ટ્રિક્ટ જજ લુઈસ કપલાને સુનાવણી દરમિયાન બેંકમેન-ફ્રાઈડના એ દાવાને ફગાવી દીધા હતા કે FTX ના ગ્રાહકોએ નાણાં ગુમાવ્યા નથી અને તેના સામે ખોટી સાક્ષીઓ પૂરવામાં આવી હતી.

જ્યુરીએ બેંકમેનને FTX ના 2022 ના પતન સંબંધિત સાત છેતરપિંડી અને કાવતરાના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. કપલાને કહ્યું કે બેંકમેન-ફ્રાઈડને કોઈ પસ્તાવો નથી. સજા સંભળાવતા પહેલા ન્યાયાધીશે કહ્યું કે બેંકમેનને ખબર હતી કે તે ખોટું કરી રહ્યો છે. તે જાણતો હતો કે તે ગુનેગાર છે પરંતુ તે કંઈપણ સ્વીકારવા તૈયાર નથી, જેમ કે તેનો અધિકાર છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે સ્વીકાર્યું કે ટ્રાયલ દરમિયાન બેંકમેન ખોટું બોલ્યો હતો.

કોર્ટે અગાઉ તેના નિર્ણયમાં કહ્યું હતું કે અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ લુઈસ કેપલાને નોંધ લીધી કે પ્રતિવાદીએ સાક્ષીઓ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનાને જોતાં બેંકમેન-ફ્રાઈડને ફેડરલ કસ્ટડીમાં પરત કરવા મોકલી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎