:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કેન્દ્રિય મંત્રી રુપાલા સામે બદનક્ષીની ફરિયાદ : એક ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ નારાજ , વિવાદ વધુ વકર્યો

top-news
  • 29 Mar, 2024

સમગ્ર દેશમાં ચુંટણીનો માહોલ જામ્યો છે, પ્રચાર સભા -રેલીઓ પુર જોશમાં ચાલે છે, ઉમેદવારો પોતાના પ્રચાર કરવામાં એટલા મશગુલ બન્યા છે કે તેઓ ભાષણ કરતી વેળાએ ઉત્સાહમાં આવીને કઈ અજુગતું બોલી જવાથી વિવાદોમાં ઘેરાઈ જાય છે, આવું જ એક વિવાદિત બયાન આપવા બદલ હાલમાં કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા પરષોત્તમ રુપાલા નાગરિકોના રોશનો સામનો કરી રહ્યા છે.

બનાવ ની વિગત કઈક એવી હતી કે  ક્ષત્રિયો વિશે રુપાલાની ટિપ્પણી પછી વિવાદ શમવાનું નામ નથી લેતો. રુપાલાએ માફી માગી છે, પરંતુ ક્ષત્રિયો તેમને રાજકોટની બેઠક પરથી હટાવવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન તેમની સામે બદનક્ષીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. રુપાલા સામેના રોષને ધ્યાનમાં રાખીને તેમના માટે સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાયો છે.

કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી તેનો વિવાદ ઉગ્ર બનતો જાય છે. વિદેશીઓના દમન સામે ઝુકી જઈને રાજા-રજવાડાઓએ રોટી-બેટીના વ્યવહાર કર્યા હતા તેવી રુપાલાની ટિપ્પણીના કારણે આ વિવાદ થયો છે. રુપાલાથી નારાજ ક્ષત્રિય સમુદાયે તેમને રાજકોટની બેઠક પરથી હટાવવા માંગણી કરી છે અને હવે આ મામલે બદનક્ષીની ફરિયાદ પણ દાખલ કરી છે.

રુપાલાએ એક વીડિયો બનાવીને ક્ષત્રિય સમાજની માફી માગી લીધી હતી, પરંતુ તેનાથી વિવાદ શમ્યો નથી. પરષોત્તમ રુપાલા રાજકોટની લોકસભા બેઠકના ઉમેદવાર છે અને ક્ષત્રિયોએ તેમને અહીંથી ખસેડવાની માંગણી કરી છે.કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે પરસોત્તમ રુપાલા સામે કોર્ટમાં બદનક્ષીની અરજી કરી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 15 એપ્રિલે તેના પર સુનાવણી થવાની છે.

આ દરમિયાન ભાજપે ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો છે અને આજે ક્ષત્રિય સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં રુપાલાનું પૂતળું બાળવામાં આવ્યું હતું. IBના ઈનપુટ બાદ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારવામાં આવી છે.  ક્ષત્રિયોના આક્રોશને ધ્યાનમાં રાખીને પરષોત્તમ રુપાલાની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. જાણવા મળતી માહિતી પ્રમાણે રુપાલાના ઘરની બહાર પોલીસની હાજરી પણ વધારી દેવાઈ છે.

રુપાલાએ રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રુખી સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં તેમણે જે ટિપ્પણી કરી તેનાથી ક્ષત્રિયો નારાજ છે અને રાજકોટની બેઠક પરથી રુપાલાને હટાવવામાં નહીં આવે તો ભાજપ વિરુદ્ધ વોટ આપવાની ચેતવણી આપી છે. ક્ષત્રિય અગ્રણી આદિત્યસિંહ ગોહિલે પરસોત્તમ રુપાલા સામે કોર્ટમાં બદનક્ષીની અરજી દાખલ કરી છે.

24મી માર્ચના રોજ રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતુ કે રાજા-મહારાજાઓએ દબાણમાં આવીને અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. જોકે, રૂખી સમાજે દમન છતાં નહોતો ધર્મ બદલ્યો કે નહોતો વ્યવહાર કર્યો. રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે. પરંતુ હજુ સુધી ડેમેજ કન્ટ્રોલ કરવામાં સફળતા નથી મળી.

રુપાલા છેલ્લી બે ટર્મથી રાજ્યસભામાં સાંસદ તરીરે ચૂંટાઈ આવ્યા છે. છેલ્લે 2002માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે પરેશ ધાનાણી સામે તેમની હાર થઈ હતી. ત્યાર પછી તેઓ ક્યારેય ચૂંટણીના મેદાનમાં ઉતર્યા નથી. હવે બે દાયકા પછી તેઓ પહેલી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમની કોમેન્ટના કારણે વિવાદમાં ફસાઈ ગયા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎