:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

લાઇટ ફાઇટર જેટ તેજસ Mk1Aની પહેલી સફળ ઉડાન: સરકારી કંપનીને સ્વદેશી યુદ્ધ જહાજના ઉત્પાદનમાં મળી સફળતા...

top-news
  • 29 Mar, 2024

જાહેર ક્ષેત્રની કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ (HAL) દ્વારા નિર્મિત લાઇટ ફાઇટર જેટ તેજસ Mk1Aએ પહેલી સફળ ઉડાન ભરી હતી. HALના જણાવ્યા અનુસાર ચીફ ટેસ્ટ પાઇલટ ગ્રૂપ કેપ્ટન કે કે વેણુગોપાલ (નિવૃત્ત)એ ૧૮ મિનિટની ઉડાનમાં વિવિધ પરીક્ષણ કર્યા હતા. તેજસ એમકે-1એ ફાઈટર જેટની પહેલી ઉડાન 28મી માર્ચે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સુવિધામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

થોડા સમય પહેલા આ વિમાનમાં ડિજિટલ ફ્લાય બાય વાયર ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC) લગાવવામાં આવ્યું હતું. સરળ ભાષામાં ડીએફસીસીનો અર્થ છે ફાઈટર જેટમાંથી મેન્યુઅલ ફ્લાઇટ કંટ્રોલ દૂર કરવા અને તેને ઈલેક્ટ્રોનિક ઈન્ટરફેસ સાથે બદલવાનો છે. એટલે કે કોમ્પ્યુટરના હાથમાં ઘણી બધી વસ્તુઓ જાય છે, જે વિમાનને સંતુલિત રાખે છે અને પાયલોટના કહેવા મુજબ નિયંત્રિત રહે છે.

કંપનીના એમડી સી બી અનંતક્રિષ્નને જણાવ્યું હતું કે, “આધુનિક ડિઝાઇન અને સપ્લાય ચેઇનના પડકારો વચ્ચે વૈશ્વિક સ્તરે વર્તમાન ભૂરાજકીય અનિશ્ચિતતાના માહોલમાં કંપનીએ ઉત્પાદનમાં મોટી સફળતા મેળવી છે.” HALએ જણાવ્યું હતું કે, દેશ એરફોર્સમાં તેજસ Mk1Aના ઝડપી સમાવેશની આશા રાખી શકે. કંપનીએ સંરક્ષણ મંત્રાલય, ભારતીય એરફોર્સ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) તેમજ સંલગ્ન ખાનગી કંપનીઓનો આભાર માન્યો હતો. 

HALએ જણાવ્યું હતું કે, “તેજસ Mk1A આધુનિક ઇલેક્ટ્રોનિક રડાર, શસ્ત્રો અને કમ્યુનિકેશન સિસ્ટમ્સથી સજ્જ છે. તે ઉત્તમ યુદ્ધ ક્ષમતા અને સુધારા સાથેના મેન્ટેનન્સ ફીચર્સ ધરાવે છે.” HALએ ૮ નવેમ્બર, ૨૦૨૩ના રોજ સીએસઆઇઆર-એનએએલ સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર પર હસ્તાક્ષર કર્યા હતાં.

વિમાનનું અદ્યતન વર્ઝન, તેજસ એમકે-1એ અદ્યતન મિશન કોમ્પ્યુટર, હાઈ પ્રદર્શન ક્ષમતા ડિજિટલ ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC Mk-1A), સ્માર્ટ મલ્ટી-ફંક્શન ડિસ્પ્લે (SMFD), એડવાન્સ ઈલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ એરે (AESA) રડાર, એડવાન્સ્ડ સેલ્ફ-પ્રોટેક્શન જેમર, ઈલેક્ટ્રોનિક વોરફેર સૂટ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જો કે આ વિમાન તેજસ એમકે-1 જેવું જ છે, પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ બદલાઈ છે. જેમ કે તે અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યૂઈટ, અદ્યતન એઈએસએ રડાર, સેલ્ફ-પ્રોટેક્શન જેમર, રડાર વોર્નિંગ રિસીવરથી સજ્જ છે. ઉપરાંત ઈસીએમ પોડ બહારથી પણ લગાવી શકાય છે.

તેજસ એમકે-1એ પહેલાના વેરિઅન્ટ કરતાં થોડું હળવું છે. વિમાનની લંબાઈ  43.4 ફૂટ, અને ઊંચાઈ 14.5 ફૂટ. મહત્તમ 2200 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. કોમ્બેટ રેન્જ 739 કિલોમીટર છે. જો કે, તેની ફેરી રેન્જ 3000 કિલોમીટર છે. તેજસ એમકે-1એ મહત્તમ 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેમાં કુલ 9 હાર્ડ પોઈન્ટ છે. 23 એમએમની ટ્વીન-બેરલ તોપ લગાવવામાં આવી છે. 9 અલગ અલગ રોકેટ, મિસાઈલ, બોમ્બ હાર્ડપોઈન્ટમાં ઈન્સ્ટોલ કરી શકાય છે.

ભારતીય વાયુસેનાને 180 તેજસ વિમાનની જરૂર છે. 83 એસસીએ માર્ક-1એ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એરફોર્સ વધુ 97 વિમાન લેશે. ભારતીય વાયુસેના માર્ક 1એ પહેલા તેમણે 123 તેજસ ફાઈટર જેટની માંગણી કરી હતી. જેમાંથી 30 જેટલા જેટની ડિલિવરી કરવામાં આવી છે. ત્યાર બાકીના 83 વિમાન જેટ તેજસ માર્ક-1ઓ હશે, જે 2024થી 2028 વચ્ચે આપવામાં આવશે. અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈંગ્લેન્ડ, ચેક રિપબ્લિક, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, રશિયા, ચીન, ઈટાલી અને રોમાનિયા પાસે પણ હળવા ફાઈટર જેટ્સનો કાફલો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎