:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

બિલ ગેટ્સ-પીએમ મોદી વચ્ચે ડિજિટલ ક્રાંતિ અંગે વાતચીત : વાતચીતની થીમ ‘ફ્રોમ એઆઈથી ડિજિટલ પેમેન્ટ્સ’

top-news
  • 29 Mar, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બંને વચ્ચે ટેક્નોલોજી, એજ્યુકેશન, હેલ્થથી લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.આ બેઠક દરમિયાન વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સતત વધી રહી છે અને સમગ્ર દેશે ડિજિટલ ક્રાંતિને અપનાવી છે.

તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું કે ભારતમાં કોરોનાના સમયગાળા દરમિયાન લોકો કોવિન એપ દ્વારા ઓનલાઈન રસીકરણ માટે બુકિંગ કરતા હતા અને પોતે એપોઈન્ટમેન્ટ લેતા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બંને વચ્ચેની આ બેઠકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી લઈને ડિજિટલ પેમેન્ટ સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. 

સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને જાણવાની ઈચ્છા છે. તેથી માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પીએમ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી . આ દરમિયાન પીએમ મોદીએ દેશના વૈજ્ઞાનિક, સ્વાસ્થ્ય અને અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી.વાતચીતના એક ભાગમાં પીએમ મોદીએ કહ્યું છે કે આપણા દેશમાં બાળકનો જન્મ થાય ત્યારે પણ તેને AI કહેવાય છે.

આ ઇન્ટરવ્યુ શુક્રવારે (29 માર્ચ) સવારે 9:00 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે કહ્યું કે તેને ચૂકશો નહીં. આજે સવારે 9:00 કલાકે મારી અને બિલ ગેટ્સ વચ્ચે વિજ્ઞાન, આરોગ્ય ક્ષેત્ર, આબોહવા સહિતના અનેક મુદ્દાઓ પર વિશેષ ચર્ચા પ્રસારિત કરવામાં આવશે.

પીએમ મોદી અને બિલ ગેટ્સ વચ્ચેની ખાસ વાતચીતની થીમ ‘ફ્રોમ એઆઈથી ડિજિટલ પેમેન્ટ્સ’ છે. ટીઝરમાં વડાપ્રધાન મોદી બિલ ગેટ્સ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડિજિટલ રિવોલ્યુશન, હેલ્થકેર, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, વુમન પાવર, ક્લાઈમેટ ચેન્જ અને ગવર્નન્સ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરતા જોવા મળે છે. પીએમએ બિલ ગેટ્સને નમો એપના ‘ફોટો બૂથ’ ફીચર વિશે પણ જણાવ્યું, જેને જોઈને ગેટ્સ આશ્ચર્યચકિત થઈ ગયા.

ઈન્ટરવ્યુ દરમિયાન બિલ ગેટ્સે પીએમ મોદીને કહ્યું, ‘ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતે બતાવેલ રસ્તો દરેક માટે હોવો જોઈએ.’ તેના પર પીએમ મોદી કહે છે, ‘ગામમાં મહિલાઓ એટલે ભેંસ ચરાવવા, ગાય ચરવી, દૂધ આપવી. જોકે એવું નથી. મેં તેમના હાથમાં ટેક્નોલોજી (ડ્રોન) આપી છે. આ દિવસોમાં, જ્યારે હું ડ્રોન દીદી સાથે વાત કરું છું, ત્યારે તે ખૂબ જ ખુશ છે. તે કહે છે કે અમને સાઈકલ ચલાવતા આવડતું નહોતું, આજે અમે પાઈલટ બની ગયા છીએ, ડ્રોન ઉડાવીએ છીએ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎