:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

EVM સાથે જોડાયેલા VVPAT સ્લિપનો મામલોઃ સુપ્રીમે માંગ્યો કેન્દ્ર-ચૂંટણી પંચનો જવાબ

top-news
  • 02 Apr, 2024

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને દેશમાં ચૂંટણીનો માહોલ ગરમ છે. દરેક પાર્ટીનું પ્રચાર અભિયાન ફૂલ જોશમાં ચાલુ થઈ ગયુ છે, એવામાં ચૂંટણીના આ માહોલ વચ્ચે સુપ્રીમ કોર્ટે ઇવીએમની સાથે જોડાયેલ VVPAT સ્લિપ સંબંધિત એક કેસની સુનાવણી કરી હતી. જેમાં VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરી માગવામાં આવી હતી.

કોર્ટે આ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો છે. હાલના સંજોગોમાં પસંદગીના કોઈપણ 5 ઈવીએમનું વેરિફિકેશન VVPAT સ્લિપ દ્વારા કરવામાં આવે છે. VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે, જે મતદારને એ જોવાની મંજૂરી આપે છે કે તેનો મત યોગ્ય રીતે પડ્યો છે કે નહીં.VVPAT સ્લિપની સંપૂર્ણ ગણતરી માગ સાથે સામાજિક કાર્યકર અરુણ કુમાર અગ્રવાલે અરજી દાખલ કરી છે.

જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે કાર્યકર્તા અરુણ કુમાર અગ્રવાલની અરજી પર ચૂંટણી પંચ (EC) અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે, જેની સુનાવણી 17 મેના રોજ થશે. આ કેસમાં અગ્રવાલ વતી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણન અને એડવોકેટ નેહા રાઠી કોર્ટમાં હાજર થયા હતા.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો VVPAT સ્લિપની એક સાથે ચકાસણી કરવામાં આવે તો દરેક લોકસભા મતવિસ્તારમાં ગણતરી માટે વધુ અધિકારીઓ તહેનાત કરવા પડશે અને સંપૂર્ણ ચકાસણી 5થી 6 કલાકમાં થઈ શકશે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સરકારે 24 લાખ VVPAT ખરીદ્યા છે, જેમાં અંદાજે 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.આમ છતાં માત્ર 20 હજાર VVPAT સ્લિપની જ ચકાસણી થઈ શકે છે.  8 એપ્રિલ, 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે દરેક લોકસભામાં VVPAT સ્લિપમાંથી પસાર થતા EVMની સંખ્યા એકથી વધારીને પાંચ કરવાનો આદેશ આપ્યો હતો.

આર્ટિકલ 19 અને 21 હેઠળ સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ ભારતીય ચૂંટણી પંચ (2013)માં કોર્ટના નિર્દેશો અનુસાર મતદારને તેના દ્વારા આપવામાં આવેલ મત અને VVPAT ના પેપર વોટની ચકાસણી કરવાનો અધિકાર છે. પિટિશનમાં ECIને VVPAT દ્વારા મતદાર દ્વારા ‘મતદાન તરીકે નોંધાયેલા’ મત સાથેની તમામ VVPAT પેપર સ્લિપ્સની ગણતરી કરીને તેને ફરજિયાતપણે ક્રોસ-વેરિફાય કરવા નિર્દેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎