:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શંકરસિંહે : ભાજપની માનસિકતા ક્ષત્રિય વિરોધી રજવાડાઓ લોકશાહીના પ્રણેતા,ગમે તેમ બોલવું એ અયોગ્ય ..

top-news
  • 02 Apr, 2024

 રૂપાલા વિવાદ પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તેમજ પીઢ નેતા શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવાસસ્થાન વસંત વગડોથી પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે  કહ્યું કે પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે . આમ કહીને તેમણે  પરશોત્તમ રૂપાલાનું નિશાન સાધીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. 

શંકરસિંહે કહ્યું કે દેશમાં લોકશાહી છે માટે આજે ચૂંટણી થઈ રહી છે, પણ આ લોકશાહી દેશના રજવાડાઓને કારણે શક્ય બની છે. દેશના રજવાડાઓ લોકશાહીના પ્રણેતા છે.  તેમણે કહ્યુ કે દાઝ્યા પર ડામ ન દેવો જોઇએ.રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. શંકરસિંહ વાઘેલાએ સરકારને આડેહાથ લઇ ને ઉમેર્યું હતું કે  આવા રજવાડાઓ માટે ગમે તેમ બોલવું એ ભાજપ માટે યોગ્ય નથી. 

શંકરસિંહે કહ્યું કે જનસંઘનું કલચર આવું ન હતું.  રૂપાલાનો વિરોધ કરી રહેલી બહેનોને પોલીસ દ્વારા અરેસ્ટ કરવી વગેરે સારી બાબત નથી. બાપુએ એમ પણ કહ્યું જે એમને ભય છે કે જો આ આખો મુદ્દો અવળો પડશે તો ગુજરાત ભડકે બળશે. 

ભાજપ પર પ્રહાર કરતા શંકરસિંહે કહ્યું કે ભાજપની માનસિકતા ક્ષત્રિય વિરોધી છે. રૂપાલાના આ નિવેદનથી ક્ષત્રિય સમાજના કાળજા પર ઘા થયો છે. રાજકોટ બેઠક પર રૂપાલાને હટાવે અને બીજા કોઈ પણ ઉમેદવારને મુકવા હોય એને મૂકે. પણ છેલ્લા ઘણા સમયથી ભાજપે ક્ષત્રિય ઉમેદવાર નથી ઉભા રાખ્યાં. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎