'તેજ' નામનું વાવાઝોડું ગુજરાત સાથે ટકરાવાની શક્યતા! અરબ સાગરમાં બની રહ્યું છે તોફાન

- 20 Oct, 2023
અરબી સમુદ્રનું લો પ્રેશર ગઈ કાલે દક્ષિણપૂર્વ અને તેની નજીકના દક્ષિણપશ્ચિમ ક્ષેત્રથી પશ્ચિમ તરફ જતાં દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર બની ગયો છે. જેના કારણે આજે સવારે ડિપ્રેશન બન્યું. આગલા 24 ક્લાકમાં આ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને દક્ષિણપશ્ચિમમાં અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. 22મી ઑક્ટોબરની સાંજે ચક્રવાતી વાવાઝોડુ તીવ્ર બનશે અને પછી તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 24 તારીખે દક્ષિણ ઓમાન અને અડીને આવેલા યમન કિનારા તરફ જશે.
ચક્રવાતને ધ્યાનમાં લઈ હવામાન વિભાગે સંકેતો આપ્યા છે.
ગુજરાતના દરિયાકાંઠાનાઉત્તર અને દક્ષિણના દરેક બંદરો પર I (DC I) સિગ્નલ આપ્યુ છે. ઉપરાંત 20મી ઑક્ટોબર 2023 થી આગામી 5 દિવસ માટે માછીમારોની ચેતવણી આપી છે.
20મી ઓક્ટોબરથી 24મી ઑક્ટોબર 2023 સુધી ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને ચેતવણી (જાળ, માંડવી (કચ્છ), મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર માટે કોઈ ચેતવણી નથી
20મી ઓક્ટોબરથી 24મી ઑક્ટોબર, 2023 સુધી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને ચેતવણી (મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ) નથી.
ભારતીય હવામાન વિભાગે અરબ સાગરમાં થનારા સંભવિત ચક્રવાતી તોફાનના કારણે મહારાષ્ટ્રમાં હવામાનમાં ફેરફારની ચેતવણી આપી છે. આઈએમડીએ જણાવ્યુ છે કે, દક્ષિણ પશ્ચિમ મોનસૂન 19 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાંથી વિદાય થઈ ગયું છે. એક હળવા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ અરબ સાગર પર સ્થિત છે. ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધી સમુદ્રના ગરમ તાપમાનના કારણે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતોના વિકાસની સંભાવના રહેલી હોય છે.
દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર:
પવન 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને પછી તે ધીમે-ધીમે 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપથી વધીને 21 ઓક્ટોબરે સવાર સુધી 80 કિમી પ્રતિ કલાક સુધી પવનનો વેગ વધશે. અને 80-90 કિમી પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાક સુધી વધશે જે પછી ધીમે - ધીમે ઘટશે.
પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર:
40-50 કિમી પ્રતિ કલાકની ઝડપેથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે પછી ધીમે ધીમે વધીને 21મીએ સવારે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપથી 70 કિમી પ્રતિ કલાક થશે. 22મી તારીખે સવારે 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. છે 23મી તારીખે સવારે 95-105 કિમી પ્રતિ કલાકની ઝડપે 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અને 23 ઓક્ટોબરે સાંજે 105 -115 કિમી પ્રતિ ક્લાકની ઝડપથી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ધીમે - ધીમે પવનની ઝડપ ઘટીને 85-95 કિમી પ્રતિ કલાકની ઝડપે 115 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે અને 25 તારીખે સવારે 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.