:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બનાસકાંઠા કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેને આપી પોલીસને ચેતવણી : કાર્યકર્તાઓને હેરાન કરશો તો કોલર પકડતા વાર નહીં

top-news
  • 06 Apr, 2024

દેશની સાથે રાજ્યમાં પણ ચુંટણીનો માહોલ ગરમાયો છે, રાજકીય નેતાઓ પણ ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે. વિપક્ષો પર આકાર પ્રહાર કરીને સભા ગજવવામાં મશગુલ છે. રૂપાલા વિવાદ હજુ શમ્યો નથી ,ત્યાંતો કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર આજે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને ચેતવણી આપી છે.

ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેરસભામાં ગેનીબેને પોલીસને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં કાર્યકરોને હેરાન કરશો તો કોલર પકડીશ. DSP નો કોલર પકડતા પણ મને વાર નહી લાગે. ભૂતકાળમાં પણ તેવું કર્યું છે. અને આવનાર સમયમાં પણ કરીશું. કોઈપણ કોંગ્રેસનાં કાર્યકરને હેરાન ન કરવા પોલીસને આપેલી ચેતવણી બાદ બનાસકાંઠાનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎