વડાપ્રધાને એડીડાસના શુઝ પહેરતા વિવાદ: અંતે ટ્રોલ થતા માફી માંગી
- 11 Apr, 2024
યુકેના વડાપ્રધાન ઋષી સુનક 10 ડાઉન સ્ટ્રીટ ખાતે એક ઈન્ટરવ્યુ દરમિયાન એડિડાસ સામ્બા શુઝમાં જોવા મળતા કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેમની નીંદા કરી હતી. યુઝર્સે આ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે તેમણે આ બ્રાન્ડનો કચરો કરી નાંખ્યો.
એક ઈન્ટરવ્યું દરમિયાન સુનક તેમની સરકારની ટેક્સ પોલીસીનું પ્રમોશન કરતા જોવા મળ્યાં હતા. તે સમયે તેમણે ગ્રે, વ્હાઈટ અને બ્લેક રંગના સ્નીકર્સ (શૂઝ) પહેર્યા હતા. જે જાણીતી જર્મન સ્પોર્ટ્સ વેર બ્રાન્ડના હતા અને તેની પર તેમણે વ્હાઈટ શર્ટ, નેવી ચીનોસ અને બ્લેક મોજા પહેર્યા હતા.
એડિડાસના સામ્બાને એક લેજન્ડરી શુઝ ગણવામાં આવે છે, જેનો પોતાનો એક ઈતિહાસ છે. જોકે સોશિયલ મીડિયા યુઝર્સે આ સુનકના દેખાવ બાબતે ગુસ્સો ઠાલવતા કહ્યું કે તેમણે ટ્રેન્ડી દેખાવવાના ચક્કરમાં આ બ્રાન્ડની જ પથારી ફેરવી દીધી છે. જોકે સોશિયલ મીડિયા પરના વિરોધને જોતા સુનકે માફી માંગી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ વર્ષોથી એડિડાસના દિવાના છે. મને પ્રથમ વખત ક્રિસમસ ગીફ્ટમાં ભાઈએ એડીડાસના શુઝ આપ્યા હતા અને ત્યારથી હું આ બ્રાન્ડના શુઝ વાપરું છું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ