:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

યુદ્ધનો સમય આવી ગયો: ઉતર કોરિયાના તાનાશાહ કિમ જોંગે ફરી આપી ધમકી

top-news
  • 12 Apr, 2024

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉને કહ્યું હતું કે, વિશ્વની ભૂ-રાજકીય પરિસ્થિતિ અસ્થિર બની ગઈ છે. વિશેષતઃ આપણા દેશ આસપાસની પરિસ્થિતિ તો ઘણી જ અસ્થિર બની ગઈ છે. તેથી હવે પહેલા કદી ન હતી તેટલી યુદ્ધ-તૈયારીઓ શરૂ કરી દેવાનો સમય આવી ગયો છે.

ઉત્તર કોરિયાના પાટનગર નજીક આવેલી દેશની મુખ્ય લશ્કરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બુધવારે સાંજે કરેલા સંબોધનમાં કોમરેડ કીમ જોંગ ઉને પોતાના કીમ જોંગ ઇલના નામે રચેલી આ મિલિટરી એન્ડ પોલિટિકલ સાયન્સ યુનિવર્સિટીમાં કહ્યું હતું કે, જો આપણા શત્રુઓ ડેમોક્રેટિક પીપલ્સ રીપબ્લિક ઓફ કોરિયા (ડીપીઆરકે) ઉપર હુમલો કરવાની જરા પણ કાર્યવાહી કરશે તો ડીપીઆરકે તેનો કટ્ટર જવાબ આપશે જ. તેમ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ) ગુરુવારે જણાવ્યું હતું. 

કીમ જોંગ ઉને તે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સમક્ષ ગઇકાલે સાંજે આ વક્તવ્ય આપ્યું હતું. ઉને વધુમાં વિશ્વની ગૂંચવણભરી રાજકિય પરિસ્થિતિ અને અનિશ્ચિત તથા અસ્થિર બની રહેલી વૈશ્વિક ભૂ-રાજકિય પરિસ્થિતિ અંગે શ્રોતાવર્ગનું ધ્યાન દોર્યું હતું. ઉલ્લેખનીય છે કે કીમે પુતિન સાથેના કરારો તાજેતરમાં જ વધુ ઘનિષ્ટ કર્યા હતા. જે પ્રમાણે રશિયા ઉ. કોરિયાને પરમાણુ ટેકનોલોજી સહિત અન્ય શસ્ત્રોમાં આધુનીકરણની ટેકનિક તેને આપવાનું છે. જેના બદલામાં ઉ. કોરિયા રશિયાને યુક્રેન યુદ્ધમાં ઉપયોગી બને તેવા શસ્ત્રો આપવાનું છે.

ઉ. કોરિયાએ તાજેતરમાં જ સોલિડ ફયુએલમાં હાઇપર સોનિક મીડીયમ રેન્જ મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું. તે પૂર્વે તેણે ૧૨૫૦૦ જઈ શકે તેવા ઇન્ટર-કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ (આઈસીબીએમ)નું સફળ પરિક્ષણ કર્યું હતું. જે અમેરિકાના ન્યૂયોર્ક બાલ્ટિમોર, વોશિંગ્ટન અને ફલોરિડાના માયામી સુધી પરમાણુ શસ્ત્રોનો અચૂક પ્રહાર કરી શકે તેવો છે. તાજેતરમાં યુએસ અને દ. કોરિયાએ કરેલી સંયુક્ત લશ્કરી કવાયત પ્રત્યે આક્રોશ ઠાલવતાં ઉને કહ્યું હતું કે તેથી આ વિસ્તારમાં તંગદિલી વધશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎