:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

અમેરિકામાં ગુજરાતી મહિલાનું કારસ્તાન: મેયર અને શહેરના કાઉન્સિલર્સને મારી નાખવાની આપી ધમકી

top-news
  • 13 Apr, 2024

અમેરિકામાં રહેતા અને મૂળ ગૂજરાતી એવા રિદ્ધિ પટેલની કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. રિદ્ધિએ શહેરના મેયર અને સિટી કાઉન્સિલને એક મીટિંગ દરમિયાન મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે મીટિંગ દરમિયાન ઈઝરાયલ વિરોધી એવા રિદ્ધી પટેલે ગાઝામાં શાં માટે અમેરિકા દ્વારા યુદ્ધ વિરામના સમર્થનમાં ઈઝરાયલને કઈ કહેવામાં આવતું નથી, તે અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ અંગે પોતાનો ગુસ્સો ઉઠાવ્યો હતો. તેણે અમેરિકાની વિવિધ બિલ્ડિંગોની બહાર શાં માટે ઈઝરાયલનો વિરોધ કરનારાઓને વેરવિખેર કરવા માટે સખ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.  

રિદ્ધિ વિરુદ્ધ 16 જેટલા આરોપો મુકવામાં આવ્યા છે. તેણે મીટિંગમાં પોતાના વકત્વયમાં ગાંધીજી અને જીસસ ક્રીસ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે કદાચ જીસસ હોત તો તેમને પ્રસ્તાવનું સમર્થન ન કરવા બદલ તમામ કાઉન્સિલ મેમ્બર્સને મારી નાંખ્યા હોત. તેમના વકત્વયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રિદ્ધિએ વધુમાં કહ્યું કે હું છેલ્લા પાંચ  વર્ષથી સિટી કાઉન્સિલની મીટિંગમાં હાજર રહું છું. અગાઉ ક્યારેય આ પ્રકારના મેટલ ડિટેક્ટર મેં મીટિંગમાં જોયા નથી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎