:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

નાણામંત્રી-ચૂંટણી તો લડવી છે પણ મારી પાસે પૈસા જ નથીઃ ચૂંટણીનો ખર્ચ છે માત્ર 75 લાખ રૂપિયા...

top-news
  • 15 Apr, 2024

ઇલેક્શોનોમિક્સ:

ચૂંટણી પંચ દ્વારા  એવી  ચેતવણી આપવામાં આવી છે કે 4 જૂન સુધી એટલે કે લોકસભાની  સામાન્ય ચૂંટણીના પરિણામો સુધી 50,000 રૂપિયા રોકડા સાથે રાખવાનું ટાળો..., નહીં તો સરકારી એજન્સીઓ દ્વારા હેરાન થવાની સંભાવના રહેશે. આ ચેતવણીનો અર્થ સમજવો કોઈપણ માટે મુશ્કેલ ન હોવો જોઈએ - દરેક ચૂંટણીના પ્રસંગે, એવા અહેવાલો આવતા હોય  છે કે આટલા બધા બિનહિસાબી નાણાં અમુક-તમુક  સ્થળેથી પકડાયા છે, અને ઉમેદવારો નાણા વહેંચતા જોવા મળ્યા છે..... 
  
આ સમાચાર પણ જોયા અને વાંચ્યા હશે જેમાં દેશના નાણામંત્રી નિર્મલા સિતારામનને ટાંકવામાં આવ્યા છે કે તેઓ ઇચ્છે તો પણ લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં, કારણ કે તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસા જ નથી.....બોલો કેવુ કહેવાય. દેશનો કારભાર સંભાળનાર ખુદ નાણામંત્રી પાસે લોકસભા ચૂંટણી લડવા પૈસા ના હોય તો બીજા મંત્રીઓ કઇ રીતે ચૂંટણી લડી રહ્યાં હશે..?! આપણે નાણામંત્રીને અભિનંદન પણ આપવા જોઇએ કે તેમણે નિખાલસતા સાથે કહી દીધુ- ચૂંટણી તો લડવી છે...પણ શું કરૂ,...મારી પૈસા જ નથી...!! અભિનંદન હો...

ચૂંટણી એ માત્ર લોકશાહીની ઉજવણી નથી, એક રીતે તે જીવન પણ છે. અને જનતામાં લોકપ્રિયતાના મહત્વનો એક માપદંડ એ છે કે મતદાર કેટલી સ્વતંત્રતા અને સમજદારીપૂર્વક મતદાન કરીને પોતાના પ્રતિનિધિને પસંદ કરે છે.... 

ચૂંટણી લડવા માટે તે પૈસાની જરૂર છે, એ નિર્વિવાદ છે. મતદારો સુધી પહોંચવા અને તેમનો સંદેશો તેમના સુધી પહોંચાડવા માટે જરૂરી સાધનો પૈસા વિના મેળવી શકાતા નથી. અહીં પ્રશ્ન એ છે કે કેટલા પૈસા ખર્ચવા જોઇએ... ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા અંદાજોના આધારે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે કે એક ઉમેદવાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે અનુક્રમે 75 લાખ અને 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકે છે. 

એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે મતદાન બાદ ચોક્કસ સમયગાળામાં ઉમેદવારોએ ચૂંટણીમાં થયેલા ખર્ચની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે અને જો આ ખર્ચ નિયત મર્યાદા કરતાં વધુ જણાશે તો ચૂંટણી પરિણામ રદ જાહેર કરી શકાશે. 

તો શું અહીં 75 કે 40 લાખ રૂપિયામાં ચૂંટણી લડી શકાય? આ પ્રશ્નનો એક જવાબ એ છે કે ચૂંટણી ખર્ચની મર્યાદા ઉમેદવાર દ્વારા ખર્ચવામાં આવેલી રકમ માટે જ નક્કી કરવામાં આવી છે, રાજકીય પક્ષો તેમના ઉમેદવાર માટે ગમે તેટલી રકમ ખર્ચવા માટે સ્વતંત્ર છે! તેથી જ તમામ રાજકીય પક્ષો તેમના 'સ્ટાર પ્રચારકો'ની યાદી જાહેર કરે છે અને તેમના દ્વારા કરવામાં આવેલો ખર્ચ ચૂંટણી પંચની ચકાસણી હેઠળ આવતો નથી.

આ સ્ટાર પ્રચારકો ચાર્ટર્ડ પ્લેનમાં મુસાફરી કરે છે, લાંબા 'રોડ શો' કરે છે, લાખો સમર્થકો સાથે રેલીઓ યોજે છે. આ તમામ ખર્ચ રાજકીય પક્ષો ઉઠાવે છે. તેથી જ આ પક્ષો દ્વારા કરવામાં આવતાઅંગે પ્રશ્નો ઉભા થાય છે. એવું પૂછવામાં આવે છે કે ઘણીવાર શાસક પક્ષોને વધુ દાન મળે છે...કારણ સ્પષ્ટ છે. સત્તામાં હોય તેની પાસેથી લાભ મળે..વિપક્ષ પાસેથી શું લાભ મળવાનો છે ભાઇ....?!

છેલ્લા કેટલાક વર્ષોમાં, રાજકારણીઓ અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં ખર્ચવામાં આવતી રકમને લઈને ઘણા સૂચનો કરવામાં આવ્યા છે. આ પ્રશ્ન પણ ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે કે શું ચૂંટણી પર અમર્યાદિત ખર્ચ લોકશાહીમાં બધા માટે સમાન તકની વિભાવનાને પ્રશ્નમાં લાવતો નથી?

તે જાણીતું છે કે આજે દેશની લગભગ અડધી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. સરકાર ભલે વીસ કરોડથી વધુ લોકોને આ લાઇનથી ઉપર લાવવાનો દાવો કરતી હોય, પરંતુ વાસ્તવિકતા પોતાનામાં જ ભયાનક છે કે આજે દેશના 80 કરોડ લોકોને સરકાર દ્વારા મફત ભોજન આપવાની જરૂર છે. તો શું તેમનો મતલબ એ થાય કે  80 કરોડ લોકો પોતાનું પેટ ભરવા માટે પૂરતું કમાઈશકતા નથી....?. 

લોકશાહી દરેકને વિકાસની સમાન તક આપવાનો દાવો કરે છે. ચૂંટણી લડવા માટે સમાન તક જેવું કંઈક હોવું જોઈતું હતું, પરંતુ વિડંબના એ છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો દાવો કરતા આપણા દેશમાં દરેક નાગરિક ચૂંટણી લડી શકે તેની ખાતરી આપતી સિસ્ટમમાં એવું કંઈ નથી.

વાસ્તવિકતા એ છે કે ઉમેદવાર અને તેમનો પક્ષ સંસદ અને વિધાનસભા સુધી પહોંચવા માટે નિર્ધારિત રકમ કરતાં ઘણો વધુ ખર્ચ કરી રહ્યા છે. અને દરેક ચૂંટણીમાં આ ખર્ચ વધી રહ્યો છે. છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં, એક વિજેતા ઉમેદવારે જાહેરમાં જાહેરાત કરી હતી કે તેણે ચૂંટણીમાં 8 કરોડ રૂપિયા ખર્ચ્યા છે..... ખબર નથી કે આ જાહેરાત પછી ચૂંટણી પંચે કોઈ પગલાં લીધા કે નહીં, પરંતુ તે ચોક્કસપણે સાબિત કરે છે કે પૈસાની શક્તિ આપણી લોકશાહી પર પ્રભુત્વ ધરાવે છે.

એક સમય હતો જ્યારે આર્થિક રીતે નબળા વ્યક્તિ પણ સંસદ કે વિધાનસભામાં પહોંચવાનું સપનું જોઈ શકતી હતી. બીજી સામાન્ય ચૂંટણીમાં એક ઉમેદવાર જે રસ્તા પર બેસીને પગરખાં સુધારતો હતો તે રાજસ્થાનના સિરોહી વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી જીત્યો હતો. ત્યારબાદ તેમને દાન એકત્ર કરીને એટલા પૈસા આપવામાં આવ્યા કે તેઓ યોગ્ય રીતે રાજ્યની રાજધાની જયપુર પહોંચી શકે અને ધારાસભ્ય તરીકે શપથ લઈ શકે. શું આપણે આજે આવી પરિસ્થિતિની કલ્પના કરી શકીએ?

બે વખત દેશના વડાપ્રધાન બનેલા ડો.મનમોહન સિંહ ચૂંટણી લડ્યા બાદ ક્યારેય સંસદમાં પહોંચી શક્યા ન હતા. આ વાત કેટલી સાચી છે તે ખબર નથી, પરંતુ કહેવાય છે કે એક વખત તેઓ રાજધાની દિલ્હીથી ચૂંટણી લડ્યા હતા. તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. તેમના કાર્યકરો કહે છે કે આ હારનું એક કારણ એ પણ હતું કે તેઓ સવારના નાસ્તામાં પોતાના કાર્યકરોને માત્ર બે-ચાર કેળા અને એક કપ ચા આપતા હતા - આનાથી વધુ ખર્ચ કરી શકતા ન હતા!

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎