:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શું કેજરીવાલનો કિલ્લો થશે કડકડભૂસ...?! રાજકીય મહત્વાકાંક્ષા ભારે પડી....

top-news
  • 15 Apr, 2024

દિલ્હીમાં 10 વર્ષથી રાજ કરનાર આમ આદમી પાર્ટી-આપ- સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આપ સરકારના મુખ્યમંત્રી અને 2012-13માં  ભ્રષ્ટાચાર સામે આંદોલન કરીને જાહેર જીવનમાં આવનાર રે્વેન્યૂ કે્ડરના પૂર્વ અધિકારી અરવિંદ કેજરીવાલના દાણા-પાણી ભરાઇ ગયા હોય તેમ તેમના રાજકીય કિલ્લામાંથી રાજીનામા રૂપી  કાંગરા  ખરવાની શરૂઆત થઇ ગઇ છે....

આપ પાર્ટી અને આપ સરકારનું પ્રથંમ હરોળનું નેતૃત્વ જેલમાં બંધ છે ત્યારે બીજી કેડરના નબળા નેતૃત્વથી ડર્યા વગર આપ સરકારમાંથી રાજીનામા પડવાની શરૂઆત થઇ ગઇ છે. અને ધીમે ધીમે એક પછી એક મંત્રીઓ અને ધારાસભ્યો રાજીનામા આપીને એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કે  ઉપરાજ્યપાલ સરકારને  બરખાસ્ત કરી દેશે. કહેવાય છે કે કોંગ્રેસની સાામે સંઘ દ્વારા કેજરીવાલને રાજકારણમાં આગળ કરવામાં આવ્યાં  હતા. પણ હવે  તેમની સાથે વિપક્ષ સિવાય કોઇ નથી.

2015થી લઇને ગુજરાત વિધાનસભાની  2022ની ચૂંટણી સુધી કેજરીવાલે કોંગ્રેસને દેશભરમાં મતોમાં ગાબડા પાડીને ભારે નુકશાન પહોંચાડ્યું અને તેનો લાભ દેખીતી રીતે જ ભાજપને મળતા  આપ પાર્ટી ભાજપની બી ટીમ હોવાનો આરોપ પણ કેજરીવાલ સામે લાગ્યો દિલ્હી બાદ પંજાબમાં સત્તા મળતા કેજરીવાલને લાગ્યું કે પોતાની લોકપ્રિયતા બિગ બોસની જેમ વધી રહી છે અને દેશને અભણ નહીં પણ ભણેલા-ગણેલા વડાપ્રધાનની જરૂર છે એવો પ્રચાર શરૂ કરતાં  કેજરીવાલ બિગ બોસની રડારમાં આવી ગયા અને ત્યારથી રાજકીય પતનની શરૂઆત થઇ. જેમાં સૌથી પહેલા દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન, ત્યારબાદ કેજરીવાલના ખાસ વિશ્વાસુ મનિષ સિસોદિયા અને તે પછી સાંસદ સંજયસિંહને જેલ ભેગા કરતાં સમસમી અને થરથરી ઉઠેલા કેજરીવાલ વિપક્ષની શરણમાં અને પછી જેલમાં ગયા....

ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડે છે એવા આરોપો થાય છે. કોંગ્રેસના ધારાસભ્યો તૂટે તો કેજરીવાલના મંત્રીઓ અને ધારાસભ્યો કેમ ન તૂટે, એવા સવાલોની વચ્ચે મેજિક ફિગર એ છે કે  વિધાનસભાની  2020માં યોજાયેલી ચૂંટણીમાં  70માંથી કેજરીવાલની પાર્ટીને 63 અને ભાજપને  માત્ર 7 બેઠકો મળી છે. ભાજપની મુશ્કરેલી એ છે કે આપના  ધારાસભ્યો તૂટે તો પણ સરકાર બનાવી શકે તેમ નથી. સિવાય કે -30-40 ધારાસભ્યો અલગ પડે તો તેમાંથી કોઇને મહારાષ્ટ્રમાં શિંદેની જેમ સીએમ બનાવે અને  ભાજપ ટેકો આપે કે પછી સરકારમાં જોડાઇને સૌથી પહેલુ કામ વિધાનસભાના રેકર્ડમાંથી  કે્જરીવાલે  વડાપ્રધાન મોદી અને  અદાણીને લઇને જે ખુલ્મખુલ્લા ખતરનાક આક્ષેપો કર્યા છે તે રેકર્ડ પરથી દૂર કરશે. જેમ સંસદમાં રાહુલ ગાંધીએ  અદાણીને લઇને કરેલા આક્ષેપો  રેકર્ડમાંથી દૂર કરાયા તેમ દિલ્હી વિધાનસભામાંથી દૂર કરવાનો એક ઓપન સિક્રેટ એજન્ડા ચાલી રહ્યો છે.

સત્યેન્દ્ર જૈનથી લઇને કેજરીવાલની ધરપકડ સુધી  આપ સરકારના મંત્રીઓ અને ઘારાસભ્યોએ ધરણાં કર્યા હોય, દેખાવો કર્યા હોય તેવા કોઇ નામોઉલ્લેખ મિડિયામાં  ક્યારેય થયા નથી. બીજી હરોળની નેતાગીરીમાં મંત્રી આતિશીસિંગ અને સૌરભ ભારદ્વાજે મોરચો સંભાળ્યો તે સિવાય કોઇ મંત્રીઓ કે ધારાસભ્યો કેમ બહાર આવ્યા નથી કે આવતા નથી તે પણ  રહસ્ય જ કહી શકાય. બની શકે કે તેઓ  કોઇના જેલમાં જવાની રાહ જોતા હશે અને હવે ખુલ કે બાહર આયેંગે...?!
 
કેજરીવાલના કિલ્લામાં પહેલી તિરાડ પડી છે. કેજરીવાલ સરકારને ફટકારૂપ. સરકારમાં મંત્રી રહેલા રાજકુમાર આનંદે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે   પાર્ટી છોડતી વખતે  પોતાની પાર્ટીને અને નેતાઓને  વગોવવાની મોડસ ઓપરેન્ડીની જેમ,  ભ્રષ્ટાચાર મામલે આમ આદમી પાર્ટીના વલણ પર સવાલ ઉઠાવ્યા.( અત્યાર સુધી કેમ ચુપ હતા એમ પણ કોઇ પૂછી શકે) તેઓ સમાજ કલ્યાણ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ કોઇ પાર્ટીમાં જવાના નથી. પણ રાજકારણમાં સૌ કોઇ જાણે છે તેમ કે દરેક નેતા  આ રીતે જ જવાબ આપે છે અને પછી  બીજી પાર્ટીમાં જોડાઇ જાય છે....

મીડિયા સાથેની વાતચીતમાં રાજકુમાર આનંદે કહ્યું- હું રાજ કુમાર આનંદ દિલ્હી સરકારમાં મંત્રી છું, મારી પાસે 7 વિભાગો છે પરંતુ આજે હું ખૂબ જ વ્યથિત છું તેથી હું આજે તમારી સાથે મારા દુ:ખને શેર કરવા આવ્યો છું..... હું રાજકારણમાં જોડાયો ત્યારે અરવિંદ કેજરીવાલજીએ કહ્યું હતું કે રાજનીતિ બદલાશે પરંતુ આજે મારે અફસોસ સાથે કહેવું છે કે રાજનીતિ તો બદલાઇ નથી પરંતુ રાજકારણીઓ બદલાયા છે. આમ આદમી પાર્ટીનો જન્મ પણ ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારના દલદલમાં ફસાઈ ગઇ છે. હું આ પાર્ટીમાંથી, આ સરકારમાંથી રાજીનામું આપી રહ્યો છું કારણ કે હું મારું નામ ભ્રષ્ટ વ્યવહારમાં સામેલ કરવા માંગતો નથી. મને નથી લાગતું કે આપણી પાસે શાસન કરવા માટે કોઈ નૈતિક તાકાત બચી છે.

અધૂરામાં પૂરૂ સ્ક્રિપ્ટ મુજબ આમ આદમી પાર્ટી પર દલિત વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું કે રાજ્યસભામાં અમારા 13 સભ્યો છે, પરંતુ તેમાંથી કોઈ પણ દલિત નથી, કોઇપણ મહિલા નથી અને કોઈ પછાત જાતિથી નથી. આ પાર્ટીમાં દલિત ધારાસભ્યો, કાઉન્સિલરો અને મંત્રીઓ માટે કોઈ આદર નથી. આવી સ્થિતિમાં તમામ દલિતો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. એટલા માટે મારા માટે આ પાર્ટીમાં રહેવું મુશ્કેલ છે.

રાજકુમાર આનંદના રાજીનામા બાદ કેજરીવાલ સરકારમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. સૌરભ ભારદ્વાજે કહ્યું કે અમે પહેલા જ કહી ચૂક્યા છીએ કે કેજરીવાલને જેલમાં મોકલીને આ લોકો પાર્ટીને તોડવા અને દિલ્હી-પંજાબમાં સરકારોને પાડવાનો પ્રયત્ન કરશે

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎