:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

LIVE VIDEO: જ્યોર્જિયાની સંસદમાં મારામારી, રશિયન સમર્થક બિલ રજૂ થતા સાંસદો નારાજ

top-news
  • 17 Apr, 2024

ભારત સહિત ઘણા દેશોની સંસદમાં રાજકીય મતભેદોના કારણે શાસક અને વિપક્ષી પાર્ટીના સાંસદો વચ્ચે ઉગ્ર તડાફડી થતી હોય છે. ક્યારેક ધક્કા-મુક્કી અને ઝપાઝપી સુધી પણ વાત પહોંચતી હોય છે. જોકે યુરોપના દેશ જ્યોર્જિયાની સંસદમાં તો સાંસદોએ તમામ મર્યાદાઓને નેવે મુકી દીધી હતી. સાંસદો છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. 

સંસદમાં વિવાદાસ્પદ વિદેશી એજન્ટ બિલ મંજૂરી માટે મુકવામા આવ્યુ હતુ. એમ પણ આ બિલને લઈને લોકોમાં ભારે રોષ છે. દેશમાં  તેની સામે આંદોલન પણ ચાલી રહ્યુ છે. બિલના ટીકાકારો કહી રહ્યા છે કે આ બિલ સંસદમાં લાવવા પાછળ રશિયાની ભૂમિકા છે. તેનાથી દેશની સંપ્રભુતા ખતરામાં પડી શકે છે. 

તેમ છતા જ્યોર્જિયાની સરકારે સંસદમાં આ બિલ રજૂ કર્યુ હતુ. સત્તાધારી પાર્ટીના નેતા મામુકા મદીનારાડજે આ બિલ પર વકતવ્ય આપી રહ્યા હતા ત્યારે વિપક્ષી પાર્ટીના સાંસદ અલેકો એલિસાશ્વિલી પોતાની જગ્યા પરથી ઉભા થયા હતા અને મામુકાના મોઢા પર મુક્કો મારી દીધો હતો. આ જોઈને સત્તાધારી પાર્ટીના સાંસદો દોડયા હતા અને મામુકાને બચાવ્યા હતા. એ પછી મામુકા સમર્થિત સાંસદોએ અલેકોની ધોલાઈ કરી નાંખી હતી. દેશના લોકોએ સાંસદોએ કરેલી મુક્કાબાજીના દ્રશ્યો જોયા હતા. 

વિદેશી એજન્ટ બિલને પહેલા પણ સંસદમાંથી પસાર કરવાનો પ્રયત્ન સરકારે કર્યો હતો. તે સમયે પણ ભારે વિરોધના કારણે સરકારે બિલને ટાળી દીધુ હતું. આ બિલ રશિયાના પક્ષમાં છે અને તેના કારણે યુરોપિયન યુનિયન તેમજ અમેરિકા સાથેના જ્યોર્જિયાના સબંધો વણસી શકે છે, તેવુ ઘણાનું માનવુ છે. તેના કારણે આ બિલની સામે દેશમાં વ્યાપક નારાજગી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎