:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બીજેપીના આ ઉમેદવાર પાસે છે 1400 કરોડની સંપત્તિ: દુબઈ-લંડનમાં છે એપાર્ટમેન્ટ

top-news
  • 17 Apr, 2024

ભાજપે દક્ષિણ ગોવા મતવિસ્તારમાંથી બિઝનેસમેન શ્રીનિવાસ ડેમ્પોની પત્ની પલ્લવી ડેમ્પોને ઉમેદવાર બનાવી છે. પલ્લવીએ મંગળવારે પોતાનું નામંકન દક્ષિણ ગોવા જિલ્લા કલેક્ટરમાં જમા કરાવ્યું હતું. રિટર્નિંગ અધિકારી સમકક્ષ દાખલ કરવામાં આવેલા 119 પાનાની એફિડેવિટમાં જાણવા મળ્યું કે તેમના પતિ શ્રીનિવાસ ડેમ્પોની સાથે તેમની કુલ સંપત્તિ લગભગ 1400 કરોડ રૂપિયા છે. ડેમ્પો ગ્રુપનો બિઝનેસ ફ્રેન્ચાઈઝ ફુટબોલ લીગથી લઈને લીકર રિયલ એસ્ટેટ, જહાજ નિર્માણ, શિક્ષણ અને ખનન કારોબાર સુધી ફેલાયેલો છે.  

પલ્લવીની એફિડેવિટથી ખ્યાલ આવે છે કે તેમની પાસે 255.4 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે, જ્યારે શ્રીનિવાસના સ્વામિત્વ વાળી સંપત્તિનું મુલ્ય 994.8 કરોડ રૂપિયા છે. જ્યારે પલ્લવીની અચલ સંપત્તિની કુલ બજાર વેલ્યું 28.2 કરોડ રૂપિયા છે. જ્યારે શ્રીનિવાસની અચલ સંપત્તિનું કુલ બજાર મુલ્ય 83.2 કરોડ રૂપિયા છે. શ્રીનિવાસ ડેમ્પોની ગોવા અને દેશના અન્ય હિસ્સાઓમાં સંપત્તિઓ સિવાય, દંપત્તિની પાસે દુબઈમાં એક એપાર્ટમેન્ટ પણ છે. જેની બજાર કિંમત 2.5 કરોડ રૂપિયા છે. સાથે જ લંડનમાં પણ  10 કરોડનો એક એપાર્ટમેન્ટ છે. 

પલ્લવી ડેમ્પોના એફિડેવીટના જણાવ્યા મુજબ તેમની પાસે 5.7 કરોડ રૂપિયાની કિંમતનું સોનું છે. જ્યારે પલ્લવીએ નાણાંકીય વર્ષ 2022-23 માટે 10 કરોડ રૂપિયાનું ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કર્યું છે. 49 વર્ષીય ભાજપના ઉમેદવારે એમઆઈટી, પુના યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં બેચલર ડિગ્રી પ્રાપ્ત કરેલી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎