અમિત શાહના રોડ શો દરમિયાન બની દુ:ખદ ઘટના : સાણંદ ગઢીયાચાર રસ્તે પોઈંટ ઉપર હાજર જવાનને હૃદય હુમલો...
- 18 Apr, 2024
કોરોના મહામારી બાદ દેશમાં હાર્ટએટેકના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ દેશમાં ચુંટણીનો માહોલ બરોબર જામ્યો છે,રાજકીય પાર્ટીઓ પ્રચાર-પ્રસારમાં જોર શોર થી જોડાયેલા છે. તેમાં રાજ્યમાં અચાનક ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે હાર્ટ એટેકની વધુ એક ઘટના સામે આવી છે. અમિત શાહના રોડ શોના બંદોબસ્તમાં હોમગાર્ડ જવાનને અચાનક હૃદય હુમલો આવતા મોત થયું છે.
ગૃહમંત્રીનો હાલમાં તેમના મત વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના વિસ્તારમાં ઉમેદવારી ફોર્મ માટે ગુજરાતમાં છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી આજે વિવિધ વિસ્તારમાં રોડ પણ શો કરી રહ્યા છે. એવામાં આજે સાણંદના રોડ શોમાં VVIP બંદોબસ્ત માં સાણંદ ગઢીયાચાર રસ્તે પોઈંટ ઉપર હાજર હોમગાર્ડ જવાનને હૃદય હુમલો આવતા મોત થયું છે.
સાણંદ યુનિટ હોમગાર્ડમા 6 વર્ષ થી ફરજ બજાવતા હતા. ત્યારે આજે ડયુટી દરમ્યાન મોત થયું છે. સાણંદના વસોદરા ગામના હોમગાર્ડ જવાન પ્રવિણભાઈ હરગોવિંદભાઈ કો.પટેલનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. ત્યારે આ ઘટનાને લઈ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ