:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગૃહમંત્રી અમિત શાહે વિજયમુહૂર્તમાં ભર્યું નામાંકન ફોર્મ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યાં ઉપસ્થિત

top-news
  • 19 Apr, 2024

દેશમાં લોકસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે. એવામાં દરેક રાજકીય પાર્ટીઓના  ઉમેદવારો પોતાના નામાંકન ફોર્મ બાહરી રહ્યા છે. એવામાં  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતેથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે વિજય મૂહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે તેમણે ગાંધીનગર લોકસભા બેઠક માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતા.  

નામાંકન પહેલા ગઇકાલે અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગર ખાતે 6 રોડ શો કર્યા હતા. ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. સાણંદ બાદ તેમણે કલોલ, સાબરમતી, વેજલપુર , ઘાટલોડિયા અને નારાણપુરામાં રેલી યોજાઇ હતી. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપની પરંપરાગત ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહને ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી 8 લાખ 90 હજારથી વધુ મત મળ્યા હતા. તેમણે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવતી વખતે કહ્યું હતું કે, આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બંને પ્રભારીઓ સાથે લોકસભા માટે ઉમેદવારી નોંધાવી છે. પીએમ નરેન્દ્ર મોદી અહીંના મતદાર છે. જે બેઠકનું પ્રતિનિધિત્વ અડવાણી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી કરતા હતા. ત્યાંથી મને પ્રતિનિધિત્વની તક મળી. આ મારા માટે ગર્વની વાત છે.

હું એક નાના બૂથ કાર્યકર તરીકે સંસદમાં પહોંચ્યો છું. સીએમ અને પીએમ તરીકે મોદીના નેતૃત્વમાં બીજેપી સરકારે ઘણું કામ કર્યું. 30 વર્ષથી ધારાસભ્ય અને સાંસદ તરીકે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. જનતા માટે ઘણું કામ કર્યું. 5 વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. લોકસભામાં 22 હજાર કરોડ રૂપિયાથી વધુનું કામ થયું. જનતાએ હંમેશા મને પ્રેમ કર્યો છે અને મને બહુમતીથી જીતાડ્યો છે.

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે એક જ દિવસે મતદાન થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ બેઠકો પર 7મી મેના રોજ મતદાન થશે. દેશની તમામ 543 લોકસભા સીટો માટે 4 જૂને મતગણતરી થશે. ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર પાટીલ, રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ,રામજી ઠાકોર મહેસાણા બેઠક -કોંગ્રસ, કેતન પટેલ દમણ બેઠક -કોંગ્રેસ ,નૈષધ દેસાઇ નવસારી બેઠક-કોંગ્રેસ તેમજ અજિત મહિલા દાદરા નગર હવેલી બેઠક-કોંગ્રેસના ઉમેદવારોએ નામાંકન ફોર્મ ભર્યો 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎