અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલન: ચીનને જોડાતો હાઈવે ધોવાયો
- 25 Apr, 2024
અરુણાચલ પ્રદેશમાં ગુરવારે થયેલા ભૂસ્ખલનના પગલે ચીનની સીમા સાથે જોડાયેલો ભારતના હાઈવેનો થોડો ભાગ ધોવાઈ ગયો હતો. ડીભાંગ તાલુકાને ભારત સાથે જોડતો આ એકમાત્ર રસ્તો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભૂસ્ખલનના પગલે રોઈંગ એની હાઈવે જે હુનલી અને અન્નાઈને જોડે છે, તેને ભારે નુકસાન થયું હતું. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ આ ઘટના બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે હાલ આ હાઈવેને રિપેર કરવા અંગેનું કામકાજ ચાલી રહ્યું છે. તેને ઝડપથી શરૂ કરી દેવામાં આવશે.
દંબાગ તાલુકામાં રહેતા લોકોને જાણ કરવામાં આવી છે કે સતત વરસાદના પગલે નેશનલ હાઈવે 313 જે એનીથી રોઈંગને કનેક્ટ કરે છે, તે 24 એપ્રિલના રોજ થયેલા વરસાદના પગલે ધોવાઈ ગયો હતો. આ રસ્તાનું સમાર કામ કરતા 3 દિવસનો સમય લાગશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ