EVMને સુપ્રીમની ક્લીન ચીટ: ભવિષ્યમાં VVPAT સ્લીપમાં બાર કોડ અંગે આયોગ વિચાર કરે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan26042024_054003_SC 1.jpg)
- 26 Apr, 2024
સુપ્રીમ કોર્ટે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ(VVPAT)ની સાથે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM) પર નાખવામાં આવેલા વોટોની 100 ટકા ચકાસણી કરવાના મામલામાં એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે VVPAT સ્લીપની મેળવણી સાથે જોડાયેલી તમામ અરજીને ફગાવી છે. જોકે કોર્ટે સુચન કર્યું છે કે ચૂંટણી આયોગ ભવિષ્યમાં VVPAT સ્લીપમાં બાર કોડ પર પણ વિચાર કરે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દિપાંકર દત્તાની ખંડપીઠે વધુમાં ચુકાદો આપતા જણાવ્યું કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ પણ યોગ્ય નથી. VVPAT એક સ્વતંત્ર વોટની સત્યતાની સિસ્ટમ છે. જેના દ્વારા વોટર તે જાણી શકે છે કે તેમનો વોટ જે તે વ્યક્તિને મળ્યો છે કે નહીં. ઉલ્લેખનીય છે કે ગત સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ઈવીએમના માધ્યમથી કરવામાં આવેલા વોટને VVPTની સાથે ચકાસવાનો અનુરોધ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
આ દરમિયાન ખંડપીઠે ચૂંટણી આયોગ તરફથી રજૂઆત કરતા સોલિસીટર જનરલ અશ્વર્યા ભાટીને કહ્યું કે અમે ખોટા સાબિત થવા માંગત નથી પરંતુ પોતાના નિષ્કર્ષોને લઈને સંપૂર્ણ રીતે આશ્વસ્ત થવા ઈચ્છીએ છે. આ કારણે અમે સ્પષ્ટીકરણ માંગવાનું વિચાર્યું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ