:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અલ મક્તૂમ ઇન્ટરનેશનલ હવે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ રણમાં બનશે ભવિષ્યનું અદ્ભૂત શહેર....

top-news
  • 29 Apr, 2024

 સૌથી મોટા રણપ્રદેશમાં હવે આકાર લેશે વિશ્વનું સૌથી મોટુ એરપોર્ટ, હા , હવે UAEમાં બનવા જઈ રહ્યું છે, જે  લગભગ 35 બિલિયન ડોલર એટલે કે લગભગ 2.9 લાખ કરોડ રૂપિયાના  ખર્ચે નિર્માણ પામશે . આ એરપોર્ટને  અલ મક્તૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ એવું નામ આપવામાં આવશે . જે  વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે. 26 કરોડ મુસાફરોની ક્ષમતા ધરાવતું આ એરપોર્ટ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતા પાંચ ગણું મોટું હશે.તેમજ આ એરપોર્ટમાં 400 ટર્મિનલ ગેટ અને પાંચ રનવે પણ સામેલ હશે.

રવિવારે, દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ-મક્તૂમે AED 128 બિલિયનના ખર્ચે એક નવા પેસેન્જર ટર્મિનલને મંજૂરી આપી હતી. તેમજ તેમણે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ નવી યોજના આપણા બાળકો અને તેમના બાળકો માટે સતત અને સ્થિર વિકાસની ખાતરી કરશે. આ એરપોર્ટ બનાવવાનું કામ 2013માં જ શરૂ કરવામાં આવ્યું હતું.

આગામી વર્ષોમાં દુબઈ એરપોર્ટ પરની તમામ કામગીરી અલ મક્તૂમ એરપોટમાં શિફ્ટ કરવામાં આવશે. સાઉથ દુબઈમાં એરપોર્ટની આસપાસ આખું શહેર બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ સાથે 10 લાખ લોકો માટે હાઉસિંગ પ્રોજેક્ટનું કામ પણ  થશે.જેથી ભવિષ્યમાં રણપ્રદેશમાં સુંદર શહેરપણ એરપોર્ટ સાથે આકાર લેશે.  દુબઈ એરપોર્ટની ગણતરી વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં થાય છે.

તેમજ વર્ષ 2022માં દુબઈ એરપોર્ટનો ઉપયોગ 66 મિલિયન મુસાફરો દ્વારા કરવામાં આવ્યો હતો. દુબઈની સરકારી એરલાઈન અમીરાતના ચેરમેન શેખ અહમદ બિન સઈદ અલ-મક્તૂમે જણાવ્યું હતું કે એરપોર્ટ ફ્લેગશિપ કેરિયર અમીરાત અને તેની ઓછી કિંમતની એરલાઈન  ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપનીઓને હોસ્ટ કરશે. ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રથમ વખત નવી ઉડ્ડયન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎