કેનેડાના ઓન્ટોરિયોમાં ગોળીબારમાં ત્રણ બાળકો સહિત પાંચના મોત

- 25 Oct, 2023
કેનેડામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના સોમવારે રાત્રે બની છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે 10.20 વાગ્યે ગોળીબારની ઘટનની જાણ થઈ હતી, પોલીસને ઘટના અંગે જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તેમને પહેલા 41 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારબાદ 6 વર્ષના અને 12 વર્ષના બાળકોના મૃતદેહ પણ મળ્યા હતા. આ સિવાય પોલીસને 45 વર્ષિય વ્યક્તિ પણ ગોળીબારમાં ઘાયલ થયેલો જોવા મળ્યો હતો. આ ઘટના કેનેડાના ઉત્તરી ઓન્ટોરિયો શહેરમાં ફાયરિંગની ઘટના બની હતી.
તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ગોળીબારમાં 6 વર્ષના અને 12 વર્ષના બાળકોના મોત પણ ગોળીબારમાં થયા છે. આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે તેમને 44 વર્ષિય વ્યક્તિ પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તેણે પોતાની જાતને જ ગોળી મારી હતી. હાલ પોલીસની ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહીહાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે આ ગોળીબારનું કારણ આંતરિક ઝગડો હોઈ શકે છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે બિનજરુરી રીતે જીવ ગુમાવી રહ્યાની ઘટનાઓ બની રહી છે. પોલીસ અધિકારી હ્યુ સ્ટીવનસને જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે પીડિત પરિવાર મિત્રો તેમજ પ્રિયજનો જે દુઃખનો અમે અનુભવ કરી રહ્યા છીએ અને અમારી સહાનુભૂતી તેમની સાથે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ