:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસ: પોલીસે પ્રજ્વલ અને પિતાને કહ્યું- હાજીર હો...

top-news
  • 01 May, 2024

પૂર્વ વડાપ્રધાન એચ ડી દૈવ ગૌડાના ધારાસભ્ય પુત્ર એચ ડી રેવન્ના(67 વર્ષ) અને સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવન્ના(33 વર્ષ)ની સેક્સ સ્કેન્ડલ કેસમાં મુશ્કેલી વધી રહી છે. તેમના મેડની ફરિયાદના આધારે બંનેની વિરુદ્ધ યૌન શોષણના આરોપમાં  એફઆઈઆર નોંધવામાં આવી છે. હવે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે બંને આરોપીઓને નોટીસ ફટકારી છે અને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા જેડીએસએ પ્રજ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે અને તે એફઆઈઆર થતા પહેલા જ વિદેશ ભાગી ગયો છે. 

પ્રજ્વલ સતત બીજી વખત હાસન સીટથી જેડીએસ-બીજેપી એલાયન્સનો ઉમેદવાર હતો. અહીં બીજા તબક્કામાં જ વોટિંગ થઈ ગયું હતું. તે પછીથી પ્રજ્વલ જર્મની જતો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વોટિંગના બે દિવસ પહેલા જ પ્રજ્વલના કથિત યૌન શોષણના વીડિયો વાઈરલ થયા હતા. કર્ણાટક રાજ્ય મહિલા આયોગની ભલામણ પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તપાસ માટે એસઆઈટી રચવા અંગેના નિર્દેશ આપ્યા હતા. 28 એપ્રિલે હાસન ક્ષેત્રના હોલેનરાસીપુર પોલીસ સ્ટેશમાં ઘરમાં પહેલા કામ કરી ચુકેલી મહિલાએ પ્રજ્વલ અને તેમના ધારાસભ્ય પિતા એચ ડી રેવન્નાની વિરુદ્ધ યૌન શોષણ કરવા અંગેની એફઆઈઆર નોંધાવી હતી. એડીજીપી બી કે સિંહના નેતૃત્વમાં  ત્રણ સભ્યની ટી મ હાલ આ અંગેની તપાસ કરી રહી છે. 

હાલ એસઆઈટી તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કેટલા વીડિયો છે અને તે ક્યારે બનાવવામાં આવ્યા છે. પ્રજ્વલ રેવન્નાના અલગ-અલગ છોકરીઓ સાથે 2500થી વધુ અશ્લીલ વીડિયો છે. તપાસ એજન્સીને એક પેન ડ્રાઈવ મળી છે, જેમાં રેવન્ના સાથે જોડાયેલા અશ્લીલ વીડિયો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎