:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ: પ્રજવલ રવન્ના વિરુદ્ધ બીજી લુકઆઉટ નોટીસ ઈસ્યુ કરાઈ

top-news
  • 04 May, 2024

કથિત સેક્સ ક્લિપ મામલે કર્ણાટકના ગૃહમંત્રી ગંગાધારીઆ પરમેશ્વરે શનિવારે જેડીએસના ધારાસભ્ય એચ ડી રવન્ના અને તેમના પુત્ર પ્રજવલ રવન્ના વિરુદ્ધ બીજી લુક આઉટ નોટીસ ઈસ્યું કરી છે. તેમણે આ અંગે કહ્યું કે હાલ અમે એચ ડી રેવન્ના અને પ્રજવલ રેવન્ના વિરુદ્દ લુકઆઉટ નોટીસ ઈસ્યુ કરી છે. હાલ એચ ડી રવન્ના પણ વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યાં હોવાના પગલે આ નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. 

કર્ણાટકના ગૃહમંત્રીએ આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમની પાસે નોટિસનો જવાબ આપવા માટે સાંજ સુધીનો સમય છે. રેવન્નાએ મૈસુર કિડનેપિંગ કેસમાં જામીન અરજી કરી છે. આ કેસમાં એક  વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે પણ કર્ણાટકના ગૃહમંત્રીએ મીડિયાને પિતા અને પુત્રને લુક આઉટ નોટિસ ફટકારવામાં આવી હોવા અંગેની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પિતા અને પુત્રએ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ સમક્ષ હાજર થવા માટે સમય માંગતા આ લુક આઉટ નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે.

એચડી રેવન્ના પર કિડનેપિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. સતત છ વર્ષ સુધી રેવન્નાના ઘરમાં કામ કરતા બહેનના છોકરાએ આ અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. હાલ આ કામવાળા બહેન તેમના છ વર્ષના દિકરા સાથે એક ગામમાં રહે છે. પોતાની માતા સાથે રંગરેલિયા મનાવતો પ્રજવલ રવન્નાનો વીડિયો મળ્યા બાદ આ અંગેની ફરિયાદ કરવામાં આવી છે. જોકે આ વીડિયા મળ્યા પછીથી હાલ તેની માતા ગુમ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎