:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

જાણો શું છે NOTA: તેમા સૌથી વધુ મત પડે તો શું થાય

top-news
  • 07 May, 2024

લોકશાહીની આ ચુંટણીમાં સૌ કોઈને તેમનો અભિપ્રાય અટેલે કે મત આપવાનો અધિકાર છે. ભલે તમને ઉમેદવાર યોગ્ય લાગે અથવા ન લાગે , ચુંટણીમાં જો મતદારોને મતદાન કરતી વખતે કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપવો ન હોય ,  અથવા મત આપવાને પાત્ર ન લાગતો હોય તો તેઓ NOTA બટન દબાવીને પોતાનો વિરોધ દર્શાવી શકે છે. NOTA શબ્દનો અર્થ ઉપરોક્ત યાદી માંથી કોઈ પણ નહિ, આમાં તો દેશમાં   EVM મશીનનો ઉપયોગ તો ઘણા વર્ષોથી થાય છે , પરંતુ ભારત દેશમાં  NOTAનું બટન છેલ્લા એક દશકથી જ EVMમાં સામેલ કરવામાં આવ્યું છે. પહેલીવાર વર્ષ 2013માં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેને લાગુ કરવામાં આવ્યું હતું. વર્ષ 2013 NOTAનો વિકલ્પ લાગુ કરીને ભારત વિશ્વનો 14મો દેશ બન્યો હતો. 

જયારે દેશમાં NOTA સિસ્ટમ ન હતી ત્યારે લોકો કોઈ યોગ્ય ઉમેદવાર ન લાગે તો મતદાન કરવા માટે જતા જ નહિ આ રીતે તેમનો મત વેડફાઈ જતો હતો અને લોકો મતદાનના અધિકારથી વંચિત રહી જતા હતા. આવી સ્થિતિમાં વર્ષ 2009માં ચૂંટણી પંચે NOTAનો વિકલ્પ આપવાના પોતાના ઈરાદા અંગે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી. ત્યારબાદ નાગરિક અધિકાર સંગઠન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે પણ NOTAને સમર્થન આપતી PIL દાખલ કરી હતી. અને વર્ષ 2013માં કોર્ટે આ બાબતે મંજૂરી આપી હતી. 

અમુક દેશો એવા પણ છે જ્યાં NOTAને 'રાઈટ ટુ રિજેક્ટ'નો અધિકાર મળેલો છે. રાઈટ ટુ રિજેક્ટ એટલે જો NOTAમાં વધુ મત પડે છે તો ચૂંટણી રદ થાય છે અને NOTA કરતા ઓછા મત મેળવનાર ઉમેદવાર ફરીથી ચૂંટણી લડી શકશે નહીં.NOTAના નિયમોમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવ્યા છે. શરૂઆતમાં NOTA ને ગેરકાયદેસર મત માનવામાં આવતો હતો. એટલે કે, જો NOTA ને અન્ય તમામ ઉમેદવારો કરતા વધુ મત મળે, તો બીજા નંબરના સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવતો. અંતે 2018 માં, દેશમાં પ્રથમ વખત, NOTAને પણ ઉમેદવારોની સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2018માં હરિયાણાના પાંચ જિલ્લાઓમાં નગરનિગમની ચૂંટણીઓમાં NOTAને સૌથી વધુ મત મળ્યા હતા. આવી સ્થિતિમાં તમામ ઉમેદવારોને અયોગ્ય જાહેર કરાયા હતા. આ પછી ચૂંટણી પંચે ફરીથી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો.

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે તેના 2018ના આદેશમાં, NOTAને 'કાલ્પનિક ચૂંટણી ઉમેદવાર'નો દરજ્જો આપ્યો છે. આદેશ અનુસાર, જો કોઈ ઉમેદવાર NOTA જેટલા મત મળે છે, તો ચૂંટણી લડનાર વાસ્તવિક ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે. જો NOTA ને અન્ય તમામ કરતા વધુ મત મળે છે તો ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. પરંતુ જો ચૂંટણી યોજ્યા પછી પણ કોઈ ઉમેદવાર NOTA કરતા વધુ મત મેળવી શકશે નહીં, તો ત્રીજી વખત ચૂંટણી યોજાશે નહીં. આવી સ્થિતિમાં, NOTA પછી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. આદેશ અનુસાર, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના આ નિયમો રાજ્યમાં ચૂંટણી સુધી મર્યાદિત છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎