:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

અમેરિકાએ ઈઝરાયલ માટે યુદ્ધ સામગ્રી રોકી: રાષ્ટ્રપતિને શંકા, રફા શહેર પર થઈ શકે હુમલો

top-news
  • 08 May, 2024

લડાકું ઈઝરાયલને ઠંડુ પાડવા માટે અમેરિકાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. વોશિંગ્ટનની એડમિનિસ્ટ્રેશન ઓફિસના જણાવ્યા મુજબ ગત અઠવાડિયે યુએસ પ્રેસિડન્ટ જો બાઈડને એક યુદ્ધના શસ્ત્રોથી ભરેલા ઈઝરાયલ મોકલવામાં આવતા જહાજને અટકાવી દીધું છે. અમેરિકાએ આ પગલું એટલા માટે લીધું છે કે યુએસએ બનાવેલા સશસ્ત્રનો ઉપયોગ ઈઝરાયલ રફા શહેર પર કરવામાં આવનાર હુમલામાં ન કરે.

આ અંગે અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે બાઈડને 1,800 2,000-પાઉન્ડ બોમ્બ અને 1,700 500-પાઉન્ડ બોમ્બનો ઉપયોગ રફા શહેર પર કરવામાં આવનાર હુમલામાં ન થાય તે માટે લીધો છે. હાલ રફામાં ગાઝા પટ્ટીના 1 મિલિયન જેટલા લોકોને શરણું આપવામાં આવ્યું છે. ગાઈડન્સ કિટને પણ ઈઝરાયલ  જતી રોકવી કે કેમ તે અંગે હાલ ચર્ચા વિચારણ કરવામાં આવી છે. આ ગાઈડન્સ કિટનો ઉપયોગ કરીને ડમી બોમ્બમાંથી દારૂગોળો બનાવવામાં આવે છે. 

હમાસે ઈઝરાયલ પર 7 ઓક્ટોબરના રોજ હુમલો કર્યો હતો. આ હુમલો થયો ત્યારથી અત્યાર સુધીમાં પ્રથમ વખત અમેરિકાએ ઈઝરાયલને અપવામાં આવનારા 3500 બોમ્બને પહોંચાડવામાં વિલંબ કર્યો છે. ઉલ્લેખનીય છે કે બાઈડનને સાથી પક્ષોએ આ અગાઉ ઘણી વખત ઈઝરાયલને હથિયાર ન પહોંચાડવા કે હથિયાર પહોંચાડવાનું પ્રમાણ મર્યાદિત કરવાની વિનંતી કરી હતી. જોકે યુએસ ઈઝરાયલની તરફેણમાં હોવાથી બાઈડને અગાઉ આ વાતને ધ્યાને લીધી નહોતી અને ઈઝરાયલને હથિયાર પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎