લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન: ચૂંટણી પંચે 3 વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કર્યા, પશ્નિમ બંગાળમાં સૌથી વધુ 66.05 ટકા મતદાન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13052024_115520_225.webp)
- 13 May, 2024
લોકસભા 2024ની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેઠકો પર મતદાન થયું છે. લોકસભાની 102 બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની 19મીએ, 88 બેઠકો માટે બીજા તબક્કાનું એપ્રિલની 26મીએ જ્યારે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું 7મી મેએ મતદાન થયું હતું. ત્યારે આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે આજે કુલ 1,717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.
ચૂંટણી પંચે 3 વાગ્યા સુધીના મતદાનના આંકડા પણ જાહેર કરી દીધા છે. અત્યાર સુધીની માહિતી અનુસાર સૌથી વધુ મતદાન પ.બંગાળમાં જ થયું છે અને અહીં મતદાન ટકાવારીનો આંકડો 66.05% ગઈ ગયો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. ત્યાં હજુ સુધી 29.93% જ મતદાન થયું છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ મતદારોનો ઉત્સાહ હાઈ છે જ્યાં 59.63% મતદાન થઈ ગયું છે અને ગમે ત્યારે તે 60 ટકાના આંકડાને વટાવી શકે છે.
રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં મતદાન
આંધ્રપ્રદેશ 55.49%
બિહાર 45.23%
જમ્મુ-કાશ્મીર 29.93%
ઝારખંડ 56.42%
મધ્યપ્રદેશ 59.63%
મહારાષ્ટ્ર 42.35%
ઓડિશા 52.91%
તેલંગાણા 52.34%
ઉત્તરપ્રદેશ 48.41%
પ.બંગાળ 66.05%
હૈદરાબાદની લોકસભા બેઠક પર ઓવૈસી અને ભાજપના ફાયરબ્રાન્ડ મહિલા ઉમેદવાર માધવી લતા ચૂંટણી લડી રહી છે. આ બેઠક વધુ ચર્ચામાં છે. જોકે અહીં તાજેતરમાં એક એવો વિવાદ સામે આવ્યો કે મતદાન વખતે બુરખો પહેરીને આવેેેલી મહિલાઓના ચહેરાની ઓળખ કરવા માટે તેમના ચહેરા પરથી બુરખા હટાવાયા હતા. જેનેે લઈને લોકોને વાંધો ઊઠાવ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ