:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

હોસ્પિટલમાં જ થયું મોત, પ્લાસ્ટિક સર્જરી દરમિયાન 29 વર્ષીય એક્ટ્રેસને આવ્યો હાર્ટ એટેક

top-news
  • 10 Nov, 2023

29 વર્ષીય અભિનેત્રી અને બ્રાઝિલિયન મોડલ લુઆના એન્ડ્રેડ હવે આ દુનિયામાં નથી રહી. મીડિયાના રિપોર્ટ પ્રમાણે તેને લિપોસક્શન સર્જરી દરમ્યાન 4 વખત હાર્ટ એટેક આવ્યો હતો. નવાઈની વાત એ છે કે, અભિનેત્રીને આ રીતે અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. માહિતી પ્રમાણે સર્જરી દરમ્યાન જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. 

સાઓ પાઉલોમાં રહેનારી લુઆના એન્ડ્રેડ લિપોસેક્શન સર્જરી કરાવી રહી હતી. લિપોસેક્શન એક કોસ્ટેમેટિક સર્જરી છે. અભિનેત્રીના નિધન પર બ્રાઝિલિયન ફુટબોલ ખેલાડી નેમારે દુખ વ્યક્ત કર્યુ હતું. માહિતી પ્રમાણે અભિનેત્રી સેન લુઈસ હોસ્પિટિલમાં લિપોસેક્શનની  સર્જરી કરાવી રહી તે દરમ્યાન જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે સર્જરીને વચ્ચે જ રોકી દેવામાં આવી હતી. તે પછી અભિનેત્રીનું સવારે મોત થયું હતું. 

લિપોસેક્શન સર્જરી એક કોસ્મેટિક સર્જરી છે. આ સર્જરી દરમ્યાન શરીરના કોઈ પણ ભાગમાં ચરબીનો ભાગ હટાવી શકાય છે.  અભિનેત્રી આ સર્જરીમાં તેના ઘુંટણ પાસેની ચરબી હટાવવા માટેનું કામ કરાવી રહી હતી. પરંતુ આ દરમ્યાન તેને 4 વખત કાર્ડિયક એસ્ટેટ થયો હતો અને તેનુ મોત થયું હતું. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎