જાણો ક્યારે અને ક્યાં પડશે વરસાદ? અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે પણ કરી માવઠાની આગાહી

- 20 Nov, 2023
ગુજરાચતમાં ઠંડીની જગ્યાએ માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે. કમોસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડીનો પારો ગગડવાની આગાહી પણ કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ પાંત દિવસમાં વરસાદ થવાની શક્યતા નથી. પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, ગુજરાતમાં વરસાદ ક્યાંય પણ થવાની શક્યતા છે. છઠ્ઠા દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સાતમા દિવસે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં માવઠા અંગેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, આ વખતે નવેમ્બબર મહિનામાં જોઇએ તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી. જેથી દેશના ઉત્તર પર્વતિય ભાગોમાં જોઇએ તેવી હિમ વર્ષા થઇ નથી. જેના કારણે આ વખતે હજી ઉત્તરીય પર્વત વિસ્તારોમાં અને ગુજરાતમાં જેટલી ઠંડક થવી જોઇએ એટલી થઇ નથી.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે, પવન, ગ્રહોની સ્થિતિ અને અન્ય કારણો જોતા 24મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી દેશના દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે, હજુ બંગાળનો ઉપસાગર ભારે સક્રિય થશે અને વધુ ચક્રવાતો ડિસેમ્બરની શરૂઆત સુધી ફૂંકાઇ શકે છે. ત્યાર બાદ ધીરે ધીરે હલચલ જોવા મળશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાત સહિત દક્ષિણ ભારત અને મુંબઇના ભાગો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ