બેંગલુરુની 15 શાળાઓને બોમ્બ મુકવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01122023_061619_school-17.jpg)
- 01 Dec, 2023
કર્ણાટકમાં બેંગલુરુની લગભગ 15 શાળાઓને બોમ્બથી ઉડાવી મુકવાની ધમકી મળી છે. આ મેસેજ તમામ શાળાઓને ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો છે. હાલ સ્થાનિક પોલીસ આ મામલે તપાસ અને કાર્યવાહીમાં વ્યસ્ત છે. બોમ્બની ધમકી મળ્યા બાદ વાલીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો અને શાળાઓમાં ભારે ભીડ જોવા મળી હતી. સ્થાનિક પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે.
બેંગલુરુમાં 15 શાળાઓને નિશાન બનાવીને એક અનામી ઈમેલ દ્વારા ખતરનાક બોમ્બની ધમકી આપવામાં આવી છે. જેના કારણે વાલીઓ અને બાળકોમાં ગભરાટ ફેલાયો છે. એક શાળામાં ધમકીભર્યો ફોન પણ આવ્યો છે. વાલીઓ તેમના બાળકોને શાળાએથી લેવા પહોંચ્યા હતા. બેંગલુરુની બસવશ્વનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કેસની તપાસ શરૂ કરી.
પોલીસને શંકા છે કે આ કોઈ અફવા હોઈ શકે છે પરંતુ તેમ છતાં વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું હતું. પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી સ્કૂલ પરિસરમાં તપાસ કરી રહી છે. તેઓએ હજુ સુધી કોઈપણ શાળામાં બોમ્બ હોવાની પુષ્ટિ કરી નથી. ગયા વર્ષે, બેંગલુરુની ઘણી શાળાઓને આવી જ ઇમેઇલ ધમકીઓ મળી હતી, પરંતુ તે તમામ અફવા હોવાનું બહાર આવ્યું હતું.
બેંગલુરુમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેઈલની ધમકી ત્યારે ગંભીર બની ગઈ જ્યારે એક કોલરે ફરી ફોન કોલ દ્વારા ધમકી આપી. આ ફોન કોલ મળ્યા બાદ વાલીઓ પોતાના બાળકોને શાળામાંથી ઘરે લાવવા માટે શાળાઓ તરફ ધસી રહયા છે. પોલીસ હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે. આવી જ ધમકી ગયા વર્ષે 19 જુલાઈ 2022ના રોજ આપવામાં આવી હતી. અગાઉ 8 એપ્રિલ, 2022ના રોજ બેંગલુરુની 6 શાળાઓને ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ