યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ કમાલ કરી, ICC T20 બોલરોની રેન્કિંગમાં નંબર-1
- 06 Dec, 2023
ટીમ ઈન્ડિયાના યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ કમાલ કરી બતાવ્યો. બુધવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની ICC T20 બોલરોની રેન્કિંગમાં તે સર્વોચ્ચ સ્થાન પહોંચ્યો. બિશ્નોઈ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનને પાછળ છોડીને ટોચ પર પહોંચી ગયો છે. બિશ્નોઈના ખાતામાં હાલમાં 699 પોઈન્ટ છે. રાશિદ 692 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તમને જણાવી દઈએ કે 23 વર્ષીય બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં પોતાના જોરદાર પ્રદર્શન બાદ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. તેણે કાંગારૂઓ સામેની પાંચ મેચોમાં કિફાયત રીતે બોલિંગ કરી અને 9 વિકેટ લીધી અને તે પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો.
બિશ્નોઈએ ફેબ્રુઆરી 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે અત્યાર સુધીમાં કુલ 22 T20 મેચ રમી છે અને 34 વિકેટ લીધી છે. બિશ્નોઈ નંબર વન બન્યા પછી, વનિન્દુ હસરંગા (679), આદિલ રશીદ (679), મહેશ થીક્ષાના (677) એક-એક સ્થાન ગુમાવ્યા છે અને અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. ભારતીય સ્પિનર અક્ષર પટેલ 16 સ્થાનેથી ઉપર 11માં સ્થાને પહોંચી ગયો છે. અક્ષરે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 6 વિકેટ લીધી હતી. ટોપ-10 બોલરોની યાદીમાં માત્ર બિશ્નોઈ જ છે.
આ પણ વાંચો: બોલો... આ પણ છે એસિડ એટેક; પણ મહિલાએ કર્યો અને 3 પુરુષ સહિતનાં શિકાર બન્યા !
જ્યારે ટી20 બેટ્સમેનોની રેન્કિંગની વાત કરીએ તો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે 16 સ્થાનની છલાંગ લગાવી છે. તેને 581 પોઈન્ટ મળ્યા છે અને તે 19માં સ્થાને છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 138 રન બનાવ્યા હતા. તેની સાથે સાતમા નંબરે રૂતુરાજ ગાયકવાડ છે. તેને 688 માર્કસ છે. ગાયકવાડે શ્રેણીમાં 223 રન બનાવ્યા હતા. તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. સૂર્યકુમાર યાદવ (855) ટોચ પર છે. સૂર્યાની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયા શ્રેણી 4-1થી જીતી હતી અને તેણે પોતાના બેટથી 144 રન બનાવ્યા હતા. રેન્કિંગમાં તેના પછી મોહમ્મદ રિઝવાન (787 પોઈન્ટ), એઈડન માર્કરમ (756) અને બાબર આઝમ (734) છે.