:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

બે કેન્દ્રીય મંત્રીઓ કેબીનેટમાંથી રાજીનામા વડાપ્રધાનને મોકલી આપશેઃ બે કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપના 10 સભ્યોના સંસદમાંથી રાજીનામા

top-news
  • 06 Dec, 2023

હાલમાં જ યોજાયેલી પાંચ રાજયોની ધારાસભા ચુંટણીમાં ચુંટાયેલા બે કેન્દ્રીય મંત્રીઓ સહિત 10 સાંસદોએ સંસદમાંથી રાજીનામા આપી દીધા છે. જયારે હજું એક કેન્દ્રીય મંત્રી સહિત બે સાંસદોના રાજીનામા આવી શકે છે. આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડાની આગેવાનીમાં 10 સાંસદો લોકસભા અને રાજયસભાના અધ્યક્ષને મળ્યા હતા તથા જે ગૃહના તેઓ સભ્ય હતા તે ગૃહના અધ્યક્ષને રાજીનામા સુપ્રત કરતા હવે તેઓ વિધાનસભામાં બેસશે.

આજે રાજીનામા આપનાર સાંસદોમાં કેન્દ્રીય કૃષીમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ પટેલનો સમાવેશ થાય છે. તેઓએ મંત્રીપદેથી પણ રાજીનામા આપી દીધા છે. આ બન્ને સિનીયર મંત્રીઓ રાજયમાં મુખ્યમંત્રીપદના દાવેદાર છે. આ ઉપરાંત છતીસગઢમાં ધારાસભામાં ચુંટાયેલા કેન્દ્રીય મંત્રી રેણુકા સિંઘ તથા રાજસ્થાનમાંથી ચુંટાયેલા અને આ રાજયના ‘યોગી’ તરીકે જાણીતા બાબા બાલકનાથે આજે રાજીનામા આપ્યા નથી પણ તેઓ પણ સંસદ સભ્યપદ છોડશે તે નિશ્ચીત છે. આજે રાજીનામા આપનાર સાંસદોમાં રાકેશસિંહ ઉદયપ્રતાપ અને રીતિ પાઠક, રાજયવર્ધનસિંહ રાઠોર, દિયાકુમારી ઉપરાંત અરૂણ સાવ, ગોમતી સાઈ તથા કિરોડીલાલ મીણાનો સમાવેશ થાય છે.

સાંસદો કેન્દ્રીય મંત્રી છે. તેઓ પોતાના મંત્રીપદના રાજીનામા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપશે અને વડાપ્રધાન તે સ્વીકારવા માટે રાષ્ટ્રપતિને મોકલશે. આ સાથે ભાજપે ત્રણ રાજયોના મુખ્યમંત્રીની પસંદગીમાં પ્રથમ કામ લીધું છે અને હવે જે પુર્વ સાંસદો વિધાનસભામાં બેસશે તેઓ મુખ્યમંત્રીપદની ખુરશી કોને મળે છે તેના પર સૌની નજર છે. કુલ 10 સાંસદોના રાજીનામામાં કેન્દ્રીયમંત્રીઓનો પણ સમાવેશ થતા બીજા તબકકામાં મોદી કેબીનેટની પુન:રચના પણ શકય બનશે.


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎