:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

આ દરોડો બલદેવ સાહુ એન્ડ ગ્રુપ સાથે સંબંધિત છે, કોંગ્રેસના વધુ એક સાંસદના ત્યાથી અધધ.. 300 કરોડ રોકડા મળી આવ્યા

top-news
  • 09 Dec, 2023

ઈન્કમટેક્સ વિભાગને અત્યાર સુધીમાં ત્રણ રાજ્યો ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ અને તેમના સંબંધીઓ અને મિત્રોના 10 સ્થળો પરથી 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી છે. બે દિવસથી ચાલી રહેલા આ ઓપરેશનમાં પહેલાં 200 કરોડ મળ્યા હતા. તેમાં વધુ 100 કરોડ રોકડા મળી આવતાં આંકડો 300 કરોડે પહોંચ્યો છે.

આ દરોડો બલદેવ સાહુ એન્ડ ગ્રુપ સાથે સંબંધિત છે. નિર્દેશકોના નામમાં અમિત સાહુ, રિતેશ સાહુ અને ઉદય શંકર પ્રસાદનો સમાવેશ થાય છે. શુક્રવારે ત્રીજા દિવસે 6 મોટા અને 6 નાના મશીનોમાંથી જપ્ત કરાયેલા નાણાની ગણતરી કરવામાં આવી હતી. આ હજુ પણ ચાલુ છે. સ્ટેટ બેંકની બોલાંગીર અને સંબલપુર શાખાઓમાં 300 કરોડ રૂપિયાથી વધુની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે.

તેમજ, ટિટલાગઢમાં દારૂનો ધંધો સંભાળતા સંજય સાહુ અને દીપક સાહુના ઘરેથી 8 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. રાઇસ મિલર અને ટ્રાન્સપોર્ટર રાજકિશોર જયસ્વાલના પરિસરમાંથી પણ મોટી રકમ જપ્ત કરવામાં આવી હતી.આવકવેરા વિભાગના મહાનિર્દેશક સંજય બહાદુરે  દિલ્હી જતા સમયે ભુવનેશ્વર એરપોર્ટ પર મીડિયાને જણાવ્યું હતું કે રોકડની રકમ એટલી મોટી છે કે તેને ગણતરીમાં હજુ બે દિવસ લાગશે. આ પછી જ આ અંગેની માહિતી સત્તાવાર રીતે આપી શકાશે. બુદ્ધ જિલ્લામાં રાઇસ મિલ અને બૌદ્ધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા શુક્રવારે મોડી સાંજે સમાપ્ત થયા હતા. અન્ય નવ જગ્યાએ હજુ તપાસની પ્રક્રિયા ચાલુ છે. ઈન્કમટેક્સ વિભાગે બુધવારે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. દરોડાના પ્રથમ દિવસે 30 કબાટોમાં ભરેલી ચલણી નોટો મળી આવી હતી. બીજા દિવસે નોટો ભરેલી અનેક થેલીઓ મળી આવી હતી. લોકર હજુ ખોલવાના બાકી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બલદેવ સાહુ અને ગ્રૂપ ઓફ કંપનીઝના બોલાંગીર અને સંબલપુરમાંથી રુપિયા મળી આવ્યા છે. આ ઉપરાંત રાઇસ મિલર અને ટ્રાન્સપોર્ટર રાજકિશોર જયસ્વાલના પરિસરમાંથી પણ મોટી રકમ જપ્ત કરવામાં આવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎