:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કુસ્તીબાજ બજરંગ પુનિયાના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી, કુસ્તી પહેલવાનોની સમસ્યાઓ જાણી

top-news
  • 27 Dec, 2023

ઘણા સમયથી ભારતીય કુસ્તીસંઘના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણસિંહ સામે મહિલા પહેલવાનો મોરચો ખોલ્યો છે. માંગ છે કે યૌન શોષણ કેસમાં બૃજભૂષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, સમગ્ર ઘટનાક્રમની વચ્ચે રાહુલ ગાંધી પહેલવાનોને મળવા હરિયાણા સ્થિત દિપક પુનિયાના ગામમાં પહોંચી ગયા હતા. 

રાહુલ ગાંધીએ છારા ગામમાં વીરેન્દ્ર અખાડામાં પહેલવાનો સામે મુલાકાત કરી જ્યાં તેમની સાથે બજરંગ પુનિયા પણ હાજર રહ્યા. છારા ગામ દિપક પુનિયાનું ગામ છે જે ઝજ્જર જિલ્લામાં આવે છે દિપક અને બજરંગે આ વીરેન્દ્ર અખાડામાં જ કુસ્તીની શરૂઆત કરી હતી. મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કસરતો અને કુસ્તી પહેલવાનોના કરિયરમાં આવતી સમસ્યાઓ જાણી હતી.

મહત્વનું છે કે આ પહેલા પ્રિયંકા ગાંધી પણ કુસ્તીને અલવિદા કહેનાર સાક્ષીને મળ્યા હતા. કોંગ્રસ નેતાઓ સતત બૃજભૂષણ યૌન શોષણ કેસમાં સરકાર પર હમલાવર છે. કુસ્તી પહેલવાનોના આ વિરોધમાં રાજકીય દાવપેચ પર ખેલાઈ રહ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.