September 27, 2022
September 27, 2022

મણિપુરમાં ભાજપ બહુમતિ તરફ….

ભાજપ 28 અને કોંગ્રેસ 09 સીટો પર આગળ

યુપી, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા સહિત દેશમાં કુલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં યુપી, ઉત્તરાખંડ અને ગોવામાં ફરી એકવાર ભગવો લહેરાશે તેમ જણાઈ રહ્યું છે. બીજી બીજુ બીજી તરફ મણિપુરમાં કોને મેજિક ફિગર મળે છે તે આગામી સમયમાં મતગણતરીથી સ્પષ્ટ થશે.

પક્ષ કેટલી સીટ પર આગળ
ભાજપ 28
કોંગ્રેસ 11
NPP 18
અન્ય 02

નોંઘનીય છે કે, 28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ બે તબક્કામાં 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં હાલમાં ભાજપની ગઠબંધન સરકાર છે અને તેનો પ્રયાસ સત્તા પર પોતાની પકડ જાળવી રાખવાનો છે, જ્યારે કોંગ્રેસ ફરીથી સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો છે. અહીં સરકાર બનાવવા માટે બહુમતનો જાદુઈ આંકડો 31 સીટોનો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં BJPએ બહુમતી જીતીને મણિપુરમાં સરકાર બનાવી હતી. હવે ભાજપ સતત બીજી વખત સરકાર બનાવવામાં સફળ રહેશે કે કેમ તેના પર સૌની નજર છે.

 38 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved