September 25, 2022
September 25, 2022

ટ્વીટર હવે ઇલોન મસ્કના હવાલે, 44 અબજ ડોલરમાં ફાઈનલ થઈ ડીલ

મસ્ક માને છે કે વાણી સ્વતંત્ર હોવુ જોઈએ

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ટેસ્લાના માલિક ઈલોન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું છે. આ ડીલ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ ડીલ 44 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 3368 બિલિયન રુપિયામાં કરવામાં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માટે ઈલોન મસ્ક સાથેના સોદા વચ્ચે ટ્વિટરે કહ્યું કે એકવાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. આ દરમિયાન ટેસ્લા ચીફનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ પછી નિષ્ણાતો માની રહ્યા છે કે બંને કંપનીઓ વચ્ચે ડીલ પૂર્ણ પણે થઈ ગઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઈલોન મસ્ક ટ્વિટર પર હવે કબ્જો ધરાવે છે.

મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વિટર પર રહેશે
ટ્વિટર ખરીદ્યાના અહેવાલ બાદ ઈલોન મસ્કે ટ્વીટ કર્યું હતું કે “હું આશા રાખું છું કે મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વિટર પર રહે, કારણ કે ફ્રી સ્પીચનો આ જ તો અર્થ થાય છે.” મસ્કનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રોકાણકારોને ટ્વિટરના પ્રતિ શેર $54.20 મળશે જે તેના 1 એપ્રિલના કામકાજના દિવસના બંધ ભાવના 38 ટકા જેટલી વધુ કિંમત છે. મહત્વનું છે કે 1 એપ્રિલના રોજ ઈલોન મસ્કે કંપનીમાં સૌથી વધુ શેર ખરીદી લીધા હોવાનું જાહેર કર્યું હતું. જે બાદ કંપનીના શેરના ભાવમાં જોરદાર તેજી આવી હતી.

તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે ઈલોન મસ્કે એક ટ્વીટમાં લખ્યું હતું કે તેમને આશા છે કે તેમના સૌથી ખરાબ ટીકાકારો હજુ પણ ટ્વિટર પર રહેશે, કારણ કે તે ફ્રી સ્પીચમાં માને છે. ત્યારપછી તેનું ટ્વીટ ઝડપથી વાયરલ થવા લાગ્યું. તમને જણાવી દઈએ કે એલોન મસ્ક છેલ્લા કેટલાક સમયથી સતત ટ્વિટરના શેર ખરીદી રહ્યા હતા. જે બાદ તેણે ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસેથી સીધા જ ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી.

 30 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved