October 6, 2022
October 6, 2022

સુરતમાં બે યુવકોના ગૂંગળામણથી મોત, સોનાનો પાવડર મેળવવા ઉતર્યા હતા ગટરમાં…

ફાયરબ્રિગેડે મોડી રાતે બન્ને યુવકોને બહાર કાઢ્યાં હતા

સુરતના ભાગળ વિસ્તારમાં અંબાજી મંદિર નજીક બે યુવકોના મોતના સમાચાર છે. ગટરમાં ઉતર્યા બાદ ગૂંગળામણથી મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે. બન્ને યુવકો સોનાનો પાવડર મેળવવા ગટરમાં ઉતર્યા હતા. જો કે ગટરમાં ઝેરી ગેસના કારણે બંન્ને યુવકો બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં મોતને ભેટ્યા હતા.

અંબાજી મંદિર આસપાસ રહેવાસી વિસ્તારમાં સોનાના ઘરેણાં બનાવવાનું કામકાજ થાય છે. એ કામકાજ દરમિયાન સોનાનું પાવડર પાણી મારફતે ગટરમાં જાય છે. ત્યારે નજીકમાં રહેતા બે યુવકો ગટરનું ઢાંકણું ખોલીને અંદર ઉતર્યા હતા. તે દરમિયાન માટી કાઢતી વખતે ગટરમાં ગૂંગળામણ થતાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેના કારણે તેમનું મોત નિપજ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. ફાયર વિભાગને રાતે 3 વાગ્યાનીની આસપાસ કોલ મળ્યો હતો અને ફાયર વિભાગ દ્વારા બન્ને યુવકો અને ગટરમાંથી બહાર કઢાયા હતા.

 39 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved