February 2, 2023
February 2, 2023

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત પ્રવાસે

અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 10 એપ્રિલે શાહ ગુજરાતના પ્રવાસ આવશે. જાણવા મળી રહ્યું છે કે 9 તારીખે મોડી રાત્રે શાહ અમદાવાદ પહોંચશે. ત્યારબાદ અમિત શાહ 10 અને 11 તારીખે અમદાવાદ અને ગાંધીનગર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે અનેક પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આ દિશામાં અમિત શાહ પણ આગામી અઠવાડિયે ગુજરાત આવશે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જાણવા મળી રહ્યું છે કે ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારબાદ નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.

અમિત શાહના બે દિવસના ગુજરાત પ્રવાસના આયોજનને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે અને અનેક આયોજનો પણ થઈ ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 એપ્રિલે નવનિર્મિત ગુજકોમસોલ ભવન લોકપર્ણ કરશે. લોકપર્ણ બાદ ગુજકોમસોલ સાથે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ બેઠક યોજશે. ગાંધીનગરમાં NDDBના કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપવાના છે.

 80 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved