November 30, 2022
November 30, 2022

ઉત્તરાખંડમાં કેબિનેટ વિસ્તરણને લઈ અટકળો તેજ

એક વાર ફરી સીએમ પુષ્કર ધામી દિલ્હીની મુલાકાતે

ઉત્તરાખંડમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોએ હવે જોર પકડ્યું છે. હકિકતમાં, મંગળવારે સીએમ પુષ્કર સિંહ ધામીની દિલ્હી મુલાકાતની માહિતી બાદ આ અટકળો તેજ થઈ ગઈ છે. રાજ્યમાં નવી સરકારની રચના બાદ સીએમ પુષ્કર સિંહ ધામીના કેબિનેટમાં આ પહેલો ફેરફાર હોઈ શકે છે. જેમાં મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફાર થઈ શકે છે. આ સિવાય ધારાસભ્યને પણ મંત્રી બનાવી શકાય છે. જો કે કયો વિભાગ કોને આપવામાં આવશે તે સ્પષ્ટ નથી.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મંગળવારે ફરી દિલ્હી આવી રહ્યાં છે. આશરે એક અઠવાડિયા પહેલા પણ તે દિલ્હી આવ્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપ હાઈકમાન્ડના નેતાઓને મળ્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે હાઈકમાન્ડે મુખ્યમંત્રી પાસેથી મંત્રીઓ અને ધારાસભ્યો અંગેનો ગોપનીય અહેવાલ માંગ્યો છે. આ મુલાકાતમાં સીએમએ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. ત્યારે પણ કેબિનેટ વિસ્તરણને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી.

પુષ્કર સિંહ ધામીએ 24 માર્ચ 2022ના રોજ ઉત્તરાખંડના 12મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઉત્તરાખંડ કેબિનેટની યાદી 29 માર્ચે જાહેર કરવામાં આવી હતી. આ પછી સતપાલ મહારાજ, પ્રેમચંદ અગ્રવાલ, ગણેશ જોશી, ધન સિંહ રાવત, સુબોધ ઉનિયાલ, રેખા આર્યા, ચંદન રામ દાસ અને સૌરભ બહુગુણા સહિત કુલ આઠ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા હતા.

જો કે રાજ્ય કેબિનેટમાં કુલ 11 મંત્રીઓ બનાવવામાં આવી શકે છે. પરંતુ હાલમાં વર્તમાન મંત્રીમંડળમાં માત્ર આઠ જ મંત્રીઓ છે. આવી સ્થિતિમાં રાજ્ય કેબિનેટમાં હજુ ત્રણ મંત્રીઓની જગ્યા છે. જોકે કેબિનેટ વિસ્તરણ ક્યારે થશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોની રાજકીય ઉથલપાથલ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે કેબિનેટ વિસ્તરણની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved