October 6, 2022
October 6, 2022

વડોદરામાં હત્યાના કેસમાં એક જ પરિવારના પાંચ લોકોને આજીવન કેદ

રિક્ષા પાર્ક કરવા બાબતે થયેલા ઝઘડામાં ખેલાયો હતો ખૂની ખેલ

વડોદરામાં વર્ષ 2018માં થયેલા રિક્ષા પાર્ક કરવાના ઝઘડામાં હત્યાના કેસમાં એક જ પરિવારના પાંચ લોકોને આજીવન કેદની આકરી સજા સંભળાવવામાં આવી છે. સામાન્ય ઝઘડા બાદ સ્થિતિ વણસતા એક શખ્સ પર પરિવારના સભ્યો તૂટી પડ્યા હતા. જેમાં પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે ડૉક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હત્યા કેસમાં એક જ પરિવારના પાંચને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે તેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના તાંદલજા વિસ્તારમાં રિક્ષા પાર્ક કરવાના ઝઘડામાં હત્યાના કેસમાં એક જ પરિવારના પાંચ લોકોને આજીવન કેદની આકરી સજા સંભળાવવામાં આવી છે વર્ષ 2018ના જુલાઈ મહિનામાં બન્યો હતો. 22 જુલાઈ 2018ના રોજ રીક્ષા ડ્રાઇવીંગ કરતા યાસીનભાઇ મેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ તાંદલજા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. એક મહિના પહેલા રીક્ષા ડ્રાઇવીંગ કરતા પુત્ર ઇલ્યાસ અને કબીર ચીકન શોપ વાળા ફારૂક ભાઇ તથા તેના ભાઇ મુન્નાભાઇ અને ફારૂકના દિકરા ફરહાન સાથે દુકાને આવતા ગ્રાહકોને વાહનો વ્યવસ્થિત પાર્ક કરાવવા બાબતે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન ફારુકે તેની પાસે રહેલું ચાકુ ઈલ્યાસની છાતીમાં મારી દીધું હતું. આ દરમિયાન ફારુકના દીકરા ફરહાન અને મુન્નાએ ત્યાં આવીને ઈલ્યાસને માર માર્યો હતો. આ પછી ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈલ્યાસને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ હત્યા કેસમાં ફારુક અબ્દુલગફુર શેખ, તેમના પત્ની ફરીદાબેન, દીકરો ફરહાન અને મુન્નો તથા નોકર પરવેઝ ઉર્ફે ટક્લા સામે ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે વડોદરાની કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ કેસમાં ઈલ્યાસ પર હુમલો કરનારા એક જ પરિવારના પાંચ લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે આરોપીઓને 65 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

 73 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved