September 27, 2022
September 27, 2022

આખરે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ 2022 મોકૂફ

કોરોનાના વધતા કેસોને પગલે સરકારનો મોટો નિર્ણય

અમદાવાદ સહિત ગુજરાભરમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યુ છે જેના પગલે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10થી 12 જાન્યુઆરી યોજાનારી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે. નોંધનીય છે ગુજરાતમાં છેલ્લા ત્રણ- ચાર દિવસોથી કોરોનાના નવા કેસોના આંકડો સરકાર સહિત લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

જાન્યુઆરીના બીજા સપ્તાહમાં એટલે કે 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10મી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાવાની હતી જેને પગલે વાઈબ્રન્ટ સમિટ-2022 તૈયારીઓને આખરી ઓપ આપવામાં આપી દેવામાં આવ્યો છે. એટલુ જ નહીં વાયબ્રન્ટ સમિત સમયે માત્ર ચાર દિવસ સુધી પાટનગર ગાંધીનગરનો દુલ્હનની જેમ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં 7 કરોડથી વધુનો ખર્ચ કરાશે. વડાપ્રધાન મોદી ખુદ વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરવાના હતા અને ત્રણ દિવસ ગુજરાતમાં રોકાણ કરવાના હતા.

પ્રથમ વખત પાંચ દેશોના પ્રધાનમંત્રી રહેશે ઉપસ્થિત

આ વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022માં સૌ પ્રથમવાર પાંચ દેશોના પ્રધાનમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે જેમાં રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ, નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા અને સ્લોવેનિયાના વડા પ્રધાન જાનેઝ જાન્સા આગામી સમિટમાં હાજર રહેવાના છે. આ ઉપરાંત વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓના CEO અને મુખ્ય સંચાલકો પણ આ કાર્યક્રમમાં જોડાશે.

નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ગઈકાલે શહેરમાં નવા 1637 અને જિલ્લામાં 23 મળીને અમદાવાદમાં કુલ 1660 કેસ નોંધાયા હતા. 5 જાન્યુઆરીએ શહેરમાં નવા 23 માઈક્રો કન્ટેન્મે્ન્ટ ઝોન ઉમેરાયા છે, જ્યારે પહેલાથી 86 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. આમ હવે શહેરમાં કુલ 108 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે.

 96 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved