આ ભૂમિકા માટે ઘોડેસવારી તથા તલવારબાજીની તાલીમ લેશે
મહાન વ્યક્તિ છત્રપતિ સંભાજી મહારાજ પર દિગ્દર્શક લક્ષ્મણ ઉટકર ફિલ્મ બનાવી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી તેઓ આ પ્રોજેક્ટ પર કાર્યરત છે. હવે ટેકનિકલ અને ક્રિએટિવ ટીમ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન કામ કરી રહી છે. છત્રપતિ સંભાજીના જીવન પર બનનાર ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર વિકી કૌશલની સંભાજીના કિરદાર માટે પસંદગી કરાઇ છે તેવા સમાચાર પ્રત્યક્ષ આવ્યાં છે.
મળતી માહિતી અનુસાર વિકી કૌશલનો ચહેરો તથા સમગ્ર વ્યક્તિત્વ સંભાજી મહારાજની ભૂમિકા માટે બંધબેસતુ હોવાથી કોઇ લુક ટેસ્ટ વિના જ તેની પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે, છત્રપતિ સંભાજી પોતાના ત્યાગ અને યુદ્ધની વિવિધ ટ્રીક્સ માટે જાણીતા હતા. વિકી કૌશલને આ ભૂમિકા માટે ઘોડેસવારી તથા તલવારબાજીની તાલીમ આપવામાં આવશે.લક્ષ્મણ ઉત્તેકરે કહ્યું હતું કે, સંભાજી મહારાજ કેવા મોટા યોદ્ધા હતા અને તેમણે મરાઠા સામ્રાજ્યની ચઢતીમાં કેવું પ્રદાન આપ્યું હતું તેની વિગતો મોટાભાગે અજાણી છે.
38 , 1