અમદાવાદની ત્રણ પ્રતિષ્ઠિત કંપનીના માલિક ખુશ્બુ નિકુંજ પટેલ દ્વારા ટ્રોફી એનાયત
હેબતપુર થલતેજ ખાતે રાજપૂત જ્ઞાતિ પંચ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. આજે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં શાંતિવન સ્ટનર્સ ટીમનો ભવ્ય વિજય હતો. વિજેતા ટીમ સહિતના પ્લેયરોને અમદાવાદની ત્રણ પ્રતિષ્ઠિત કંપનીના માલિક ખુશ્બુ નિકુંજ પટેલ તેમજ સમાજના અગ્રણી કૌશિકભાઈ પરમાર, જેન્તીભાઈ રાજપૂત, પ્રફુલ્લભાઈ મકવાણા અને રમેશભાઈ રાજપૂત દ્વારા ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હેબતપુર થલતેજ ખાતે રાજપૂત જ્ઞાતિ પંચ દ્વારા ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આર્ગેનાઈઝેશન ગુલાબસિંગ સોલંકી, રાકેશ ચાવડા, પ્રગ્નેશ સોલંકી સહિતના સમાજના અગ્રણીઓ કર્યું હતું જેમાં ટ્રોફી સ્પોન્સર ગુજરાત અમદાવાદની ત્રણ પ્રતિષ્ઠિત કંપની અને દિલીપ દશરથભાઈ રાજપૂતે કર્યું હતું. આજે શાંતિવન સ્ટનર્સ અને સેટેલાઈટ સમેશર્સ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. શાંતિવને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. સેટેલાઈટે પ્રથમ બેટિંગ કરતા 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે શાંતિવન સ્ટનર્સે 3 વિકેટ ગુમાવીને પાર પાડીને ફાઈનલમાં વિજય મેળવ્યો હતો.

મેન ઓફ ધ મેચ જયસિંગ રાજપૂત અને મેન ઓફ ધ સીરીઝ જશવિન ચાવડા અને બેસ્ટ બોલર ચિરાગ ડોડિયાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
576 , 1