February 2, 2023
February 2, 2023

કોને ખબર હતી, લગ્નમા નાચતાં ઉડી જશે પ્રાણપંખેરું, હાર્ટએટેકથી શખ્સના મોતનો વીડિયો વાયરલ

લગ્ન સમારંભ શોક સભામાં ફેરવાઈ ગયો, video વાયરલ

લગ્ન સમારોહમાં સામેલ યુવકને ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. 40 વર્ષીય મનોજને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં હાજર ર્ડાક્ટર દ્વારા તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમાચારની જાણ પરિવારજનોને થતા પરિવારના સભ્યો અને સંબંધીઓમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે લોકો કહે છે કે મનોજભાઈને કંઈ જ તકલીફ ન હતી. અચાનક જ તેઓ ડાન્સ કરતા કરતા પડી ગયા.

વારાણસીમાં ડાન્સ કરતી વખતે એક શખ્સનું મોત નિપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે શખ્શ કેટલાક લોકો સાથે ડાન્સ કરી રહ્યો છે પછી અચાનક તે ઠોકર ખાય છે અને જમીન પર પડી જાય છે. ત્યારે પરિવારનાં સભ્યો શખ્સને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જાય છે. જ્યાં હાજર તબીબે શખ્સને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.

મળતી માહિતી મુજબ, વારાણસીના પિપલાની કટરા અઘધનાથ ટાકિયા ખાતે 25 ઓક્ટોબરના રોજ લગ્ન પ્રસંગ હતો. ત્યારે 40 વર્ષીય મનોજ વિશ્વકર્મા સંબંધીઓ સાથે ડાન્સ કરી રહ્યા હતા.

મનોજ ખૂબ જ ઉત્સાહ સાથે લોકો સાથે ડાન્સ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેઓ ઠોકર ખાય છે અને જમીન પર પડી જાય છે. મનોજને નીચે પડતા જોઈ ત્યાં હાજર મહિલાઓ બૂમો પાડવા લાગી. ત્યારે મનોજને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ર્ડાક્ટર દ્વારા મનોજને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરનું કહેવું છે કે મનોજનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે મનોજના મૃત્યું બાદ લગ્ન સમારંભમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

 67 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved