ફિલ્મી સ્ટાઈલમાં ખૂંખાર કેદીઓ ફરાર
બોલીવુડથી લઈને હોલીવુડ સુધી જેલથી ભાગવા પર ઘણી ફિલ્મો બની છે. મોટાભાગની ફિલ્મોમાં જેલમાં બંધ હીરો બહાર નીકળવા માટેનો એક ખાસ પ્લાન બનાવે છે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં થાપ આપીને પોતાના મિશનમાં સફળ થાય છે. ઇઝરાયલમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું છે. અત્યંત સુરક્ષિત ગણાતી જેલમાં ખૂંખાર કેદીઓએ સુરંગ ખોદીને ભાગવામાં સફળતા મેળવી છે. આ ઘટના પછી ઈઝરાયેલી જેલ અધિકારીઓની ટીકા થઈ રહી છે.
ઇઝરાયેલી જેલમાં બંધ છ પેલેસ્ટિનિયન કેદીઓએ ફિલ્મી સ્ટાઈલમાં કાવતરું પાર પાડ્યું હતું. તે ઘણા દિવસો સુધી ટનલ ખોદતા રહ્યા અને કોઈને ખબર પણ ના પડવા દીધી. ઇઝરાયલે કેદીઓને પકડવા માટે સોમવારે દેશના ઉત્તરીય ભાગ અને કબજા હેઠળના પશ્ચિમ કાંઠે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કેદીઓ નજીકમાં ક્યાંક છુપાયેલા છે અને તેઓ ટૂંક સમયમાં પકડાઈ જશે.
આ ઘટના ઉત્તર ઇઝરાયેલ સ્થિત ગિલબો જેલની છે. પોલીસે કહ્યું કે જેલમાંથી છટકી ગયેલા તમામ છ કેદીઓ એક જ સેલમાં -કોટડીમાં કેદ હતા. આમાંથી પાંચ ઇસ્લામિક જેહાદ સંગઠનના છે અને એક તેની સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથનો ભૂતપૂર્વ કમાન્ડર રહ્યો છે. હાઇ સિક્યોરિટી જેલમાંથી બચવા માટે કેદીઓએ બાથરૂમમાં સિંક નીચે સુરંગ ખોદી હતી. તે કાટવાળી ચમચીની મદદથી ઘણા દિવસો સુધી ટનલ ખોદતા રહ્યા. કેદીઓ વારંવાર આવતા અને ટનલ ખોદતા, પછી સામાન્ય કેદીઓની જેમ વર્તન કરતા હતા. તેમણે આ કામ એટલી સ્વચ્છતા અને શાંતિથી હાથ ધર્યું કે કોઈને કાનોકાન ભણક શુદ્ધાં ન લાગી.
וכך זה נראה מתוך תא 2 אגף חמש בכלא גלבוע.
— Josh Breiner (@JoshBreiner) September 6, 2021
פיר מנהרה בשירותים שהוביל אל מחוץ לחומות הכלא pic.twitter.com/IsKfG8B56R
96 , 1