અક્ષય કુમાર અને કરિના કપૂર ખાન ગૂડન્યૂઝ ફિલ્મમાં સાથે નજર આવશે. આ ફિલ્મનો એક મેકિંગ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અક્ષય કરિના સાથે એવી હરકત કરી નાંખી કે જેનાં પર કરિનાએ ગુસ્સામાં આંખો કાઢી. જોકે તેને અસલિયત ખબર પડી તો તે હસીં પડી.
View this post on InstagramA post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on
‘ગુડ ન્યૂઝ’ની શૂટિંગનો એક મેકિંગ વીડિયો વાયરલ થયો છે. જેમાં અક્ષય અને કરિના એક સીનનાં શૂટિંગ માટે કૉફી ટેબલ પર બેઠેલા છે. અક્ષય ડિરેક્ટરને ઇશારો કરે છે કે એક વખત ફરી સીન કરીએ. કરિના તેનાંમાં જ ખોવાયેલી છે. ત્યારે અક્ષય તેનાં હાથમાં કૉફી મગ કરિનાનાં મો પર ઉછાળે છે. તેનાં પર કરિના ખૂબજ ભડકી જાય છે જોકે આ કપ ખાલી હોય છે. અક્ષય હસવાં લાગે છે અને આ જોઇને કરિના સમજી જાય છે અને તે પણ હસવા લાગે છે.
આપને જણાવી દઇએ કે, ‘ગુડ ન્યૂઝ’માં કરિના કપૂર ખાન, અક્ષય કુમાર, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી પણ નજર આવે છે.આ ફિલ્મ IVF જેવાં ગંભીર વિષય પર બનાવવામાં આવી છે જોકે તે હળવી કોમેડી છે. ફિલ્મનો એક ‘બિહાઇન્ડ ધ સિન’ વીડિયો અક્ષય કુમારે શૅર કર્યો છે. 27 ડિસેમ્બરનાં રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે.
104 , 1