October 1, 2022
October 1, 2022

વિપુલ ચૌધરીની ધરપકડનો ઉગ્ર વિરોધ : અર્બુદાધામ ખાતે આંજણા ચૌધરી સમાજનું મહાસંમેલન

ભાજપને જાહેર નોટિસ : વિસનગરનાં 24 જેટલાં ગામોમાં ભાજપને પ્રવેશબંધીનાં બોર્ડ લાગ્યાં

વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની તેમના ડેરીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા રૂપિયા ૮૦૦ કરોડના કૌભાંડના અનુસંધાનમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જે બાદ વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડ ઉપર મોકલાયા છે. આ સ્થિતિ વચ્ચે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના સહિતના ગામે ગામના લોકોએ ભાજપ પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. બીજી તરફ વીસનગર તાલુકાના બાસણા ગામે અર્બુદા ધામમાં સદભાવના યજ્ઞ અને મહાસંમેલનનું આયોજન અર્બુદા સેના દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અર્બુદા સેના તેમજ આંજણા ચૌધરી સમાજ ઊમટી રહ્યો છે. અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને તેનો ઠેર ઠેર આંજણા ચૌધરી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગામડાઓમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ગામોગામ અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા ભાજપ પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ખોટી ધરપકડને વખોડીએ છીએ અને જ્યાં સુધી અમારા નેતા મુક્ત ના થાય ત્યાં સુધી ભાજપના નેતા,મંત્રી આગેવાનેનો ગામમા પ્રવેશવા દેવામાં આવશે નહીં.

ભાજપને પ્રવેશબંધીના બોર્ડ લાગ્યાં

વિસનગર તાલુકાના દઢીયાળ, મગરોડા, ખરવડા, બાસણા, ચિત્રોડા, ચિત્રોડીપુરા, મેઘા અલિયાસણા, ગુંજાળા, તરભ, ખંડોસણ, કાજી અલિયાસણા, પાલડી, કિયાદર, છોગાળા, ગુંજા, ઉદલપુર, કામલપુર (ગો), રામપુરા (દ), રાવળાપૂરા, રામપુરા (લા), ખદલપુર, બાકરપુર, રંગાકુઈ તેમજ રંડાલા ગામે અર્બુદા સેના દ્વારા ભાજપને પ્રવેશબંધીના બોર્ડ લગાવવામાં આવ્યા છે.

 19 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved