વીડિયો જોઇ તમને પણ થશે આશ્ચર્ય
સોશિયલ મીડિયાના જમાનામાં અનેક વીડિયો વાઈરલ થતા હોય છે પણ અમુક વીડિયો જોઈને આશ્ચર્ય થાય છે. તાજેતરના દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે.
સામાન્ય રીતે એક કે દોઢ વર્ષના બાળક માટે યોગ્ય રીતે ઉભા રહેવું મુશ્કેલ હોય છે પણ આ વાઈરલ થયેલા વીડિયોમાં આશરે દોઢ વર્ષનું બાળક લગભગ છ ફૂટ લાંબા દરવાજા પર કોઈ પણ આધાર વગર ચડી ગયું અને પછી આરામથી નીચે પણ ઉતરી ગયું.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાયપર પહેરેલું એક નાનું બાળક જાળીવાળા દરવાજા પર આરામથી ચડી રહ્યું છે. બાળક સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યું છે કે તેને કોઈ પણ રીતે ઈજા ન પહોંચે.
આ પછી બાળક દરવાજાની બીજી બાજુ આરામથી નીચે ઉતર્યું અને થોડીક સેકંડ પછી પાછું દરવાજાની સામે આવ્યું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે તેના પર રમૂજી ટિપ્પણીઓ કરી. એક યુઝરે કહ્યું કે આ દૃશ્ય ખરેખર આશ્ચર્યજનક છે. બીજી બાજુ, અન્ય એક યુઝરે લખ્યું કે બાળક એક પ્રોફેશનલની જેમ ચડી રહ્યું છે.
આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે ટિપ્પણી કરી હતી. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે વિડીયો IPS રૂપિન શર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કર્યો છે વિડીયોને એક રમુજી કેપ્શન આપતા તેમણે લખ્યું, ‘હોનહાર બિરવાન કે….અત્યારસુધી આ વિડીયોને સેંકડો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.
होनहार बिरवान के….#Gold_Medallist in the making pic.twitter.com/ciPMuyYWtt
— Rupin Sharma IPS (@rupin1992) August 12, 2021
111 , 1