February 1, 2023
February 1, 2023

આ દિગ્ગજ ક્રિકેટરે વિરાટને ગણાવ્યો ‘હાફ કેપ્ટન’, કહ્યું…

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીએ સોમવારે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમના અડધા કેપ્ટન છે. તેમણે કહ્યું કે તેમની ગેરહાજરીમાં કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથા વનડેમાં મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. પૂર્વ કેપ્ટન ધોનીને અંતિમ બે વનડે માટે આરામ આપવામાં આવ્યો છે. ચોથી મેચમાં ભારતની હાર બાદ સિરીઝ 2-2થી બરાબર થઇ ગઈ છે અને બુધવારે નિર્ણાયક મેચ રમવા આવશે.

બેદીએ કહ્યું કે, હું ટિપ્પણી કરનારો કોણ છું, પરંતુ અમે બધા આશ્ચર્ય અનુભવી રહ્યાં હતાં કે ધોનીને આરામ કેમ અપાયો અને રવિવારે મોહાલીમાં વિકેટ પાછળ, બેટિંગ અને ફીલ્ડિંગમાં તેની કમી જોવા મળી. ધોની એક રીતે અડધો કેપ્ટન છે. તેમણે જણાવ્યું કે, ધોની હવે યુવા થશે નહીં અને તેઓ પહેલા જેવા સ્ફૂર્તિલા પણ નથી પરંતુ ટીમને તેમની જરૂરત છે.

બેદીએ વધુમાં જણાવ્યું કે, ધોનીની હાજરીમાં ટીમ શાંત ભાવથી રમે છે. કેપ્ટન પણ તેમની જરૂરીયાત અનુભવે છે અને તેમની ગેરહાજરીમાં તેઓ ચિંતામાં જોવા મળે છે. આ સારા સંકેત નથી. બેદીએ આ સાથે કહ્યું કે ભારતીય ટીમને વિશ્વ કપ પહેલા પ્રયોગ ન કરવા જોઈએ.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે ઇતિહાસમાં આ પહેલીવાર હતું કે જ્યારે ટીમ ઇન્ડિયાને 350 રનના ટાર્ગેટ બાદ પણ હારનો સામનો કરવો પડ્યો. આ પહેલાં ભારતે 23 વખત સાડા ત્રણ સોથી વધુ રન બનાવ્યા અને જીત પણ મેળવી હતી. જે બાદ મોહાલીમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે.

 155 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved